રાજકોટ મહાપાલિકામાં ભરતી અને પડતર પ્રશ્નો મુદ્દે ફરી સફાઈ કામદારોનું હલ્લાબોલ

  • February 27, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે બપોરે વધુ એક વખત ૪૦૦થી વધુ સફાઇ કામદાર ભાઈઓ–બહેનોનું ટોળું ધસી આવ્યું હતું અને કાયમી ભરતી કરવા તેમજ વર્ષેાથી પડતર પ્રશ્નો મુદ્દે ઉગ્ર સૂત્રોચાર કરી હલ્લાબોલ કયુ હતું. વિશેષમાં રાજકોટ કામદાર યુનિયન ના પ્રમુખ પારસ બેડીયાના નેજા હેઠળ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા સફાઈ કામદારોનું શોષણ થઇ રહ્યું છે તેમ જ સફાઈ કામદારો પાસેથી લાંચ માંગવામાં આવી રહી છે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે. એસ ઈ ડબલ્યુ એસ હેતુના પ્લોટ માં વાલ્મિકી સમાજની ઘર બાંધનાર મંડળીઓને રહેણાંક માટે જમીન આપવામાં આવે, સફાઈ કામદારોને તેમના ઘરથી નજીકની બોર્ડ ઓફિસમાં હાજરી પુરવાની પરવાનગી આપવામાં આવે આ સહિતની કુલ ૧૫ જેટલી માંગણીઓ આવેદનપત્રમાં રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોન્ટ્રાકટમાં કામગીરી કરતા હોય અને છુટા કરવામાં આવ્યા હોય તેવા સફાઈ કામદારોને ફરી કામ ઉપર લેવામાં આવે તેમજ કોન્ટ્રાકટરના કામદારોનો પગાર તારીખ ૧ થી ૧૦ સુધીમાં કરવામાં આવે તેમજ સફાઈ કોન્ટ્રાકટ માં ચાલતી ગેર રેતીઓને ખુલ્લી પાડવા માટે પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને યુનિયનના પ્રતિનિધિઓની ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવે તેવી માંગણી રજૂ કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application