ઉપલેટા : ગ્રામજનોનો અનોખો વિરોધ, રામધુન કરી કોઝ વેની સમસ્યા અંગે કરી ફરીવાર ફરિયાદ

  • July 02, 2023 04:25 PM 

ઉપલેટા માં છેલ્લા પાંચ દિવસ થયા ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ને કારણે ઉપલેટા નો મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ના પાટિયા ખોલવામાં આવતા મોજ નદી જાણે કે ગાંડી તુર બની છે, જો કે આ ધસમસતા પ્રવાહ ના કારણે નદી ઉપર બનાવેલ કોઝ વે ઉપર પાણી ફરી વર્યા છે અને મસ મોટુ ગાબડું પડ્યું હોવાના અહેવાલ છે. 


કોઝ વે ઉપર ગાબડું પડતા ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો છે. અનેક વખત પૂર્વ સરપંચ દ્વારા કોઝ વે ઉંચો લેવા લેખિત અને મૌખિક રજુઆત કરેલ પણ તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી નહીં ધરતા ગઢાળા ગામના વૃદ્ધો દ્વારા રામધૂન બોલાવી વિરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application