ઉપલેટા-ધોરાજીના રસ્તા પ્રશ્ને ધારાસભ્ય પાડલિયા મુખ્યમંત્રીના દરબાર પહોંચ્યા: ૨૦થી વધુ રસ્તાઓની યાદી આપી

  • April 21, 2023 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા-ધોરાજીના ધારાસભ્યએ વિવિધ રોડ-રસ્તાના પ્રશ્ર્નોને લઈ મુખ્યમંત્રીના દરબારમાં પહોંચી રસ્તાની યાદી આપી તાત્કાલીક ધોરણે રોડ-રસ્તાના કામો ચાલુ કરવા માગ ઉઠાવી છે.ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયાએ સંસદસભ્ય રમેશભાઈ ધડુક અને પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલને સાથે રાખી ઉપલેટા-ધોરાજી વિસ્તારના મુખ્ય રસ્તાઓ ૨૦ કરતા વધુ રસ્તાઓની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ‚બ‚ મળી તાત્કાલીક ધોરણે આ કામો શરૂ કરાવવા માગ ઉઠાવી છે તેમજ પાંચ કરોડના ખર્ચે રી-મેટલિંગ કરવા પણ રજૂઆત કરી છે.


ઉપલેટાથી ચીખલિયા-ભોળા થઈને ધોરાજી જૂનો માર્ગ રેતીમાં ભારે વાહનો ચાલવાને કારણે સાવ બિસ્માર હાલમાં છે, તણસવા વાવ ઢાંકથી રાજપરા-ખારચિયાવાળો રોડ વર્ષોથી થયો ન હતો તેને પણ નવા કલેવર આપવા અને ડબલપટ્ટી મંજૂર કરવા ઉપલેટાથી પાટણવાવ જવા માટે હાડફોડી ગામ પાસે જે સાવ ક્ષતિગ્રસ્ત છે તેની મરામત કરી વાહન પુન: ચાલુ કરવાથી ચોમાસામાં માણાવદર-પાટણવાવ સહિતના ગામોની ખરીદી ઉપલેટા શહેરને લાગુ પડતી હોય તો તેનું કામ તાત્કાલીક ધોરણે શરૂ કરાવી ચોમાસા પહેલાં પૂર્ણ કરવા જ્યારે ધોરાજી શહેરમાંથી થતો આરસીસી રોડને પણ નવા કલેવર આપવા સહિતના ૨૦થી વધુ રસ્તાઓના કામો તાત્કાલીક ધોરણે શ‚ કરવા માગણી કરી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ રોડના પ્રશ્ર્નને અગ્રતા આપવા સહમત થયા હતા. આવનારા દિવસોમાં આ રોડના કામો શ‚ કરવા વહીવટીતંત્રને સૂચના આપી દેવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application