આજે સવારે ડાંગ જિલ્લામાં હાડ થીજવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ બરફીલા પવનથી રાજકોટ, અમરેલી, વેરાવળ ઠુઠવાયું છે. તેમજ પવનની ગતિ વધતા જૂનાગઢમાં રોપ-વે બંધ રાખવામાં આવ્યો છે
લઘુત્તમ તાપમાનમાં એકથી પાંચ ડિગ્રી વધારો છતાં ઠંડીને અસર નહીં
રાજકોટ, અમરેલી, વેરાવળ, પોરબંદર, અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં લઘુતમ તાપમાનમાં એક થી પાંચ ડિગ્રી સુધીનો વધારો થયો હોવા છતાં તેની કોઈ અસર ઠંડીની તીવ્રતા પર પડી નથી. ઉલટાનું પ્રતિ કલાકના 12 થી 15 કિલોમીટરની ઝડપે ફૂકાઈ રહેલા બરફીલા પવનના કારણે ઠંડી વધી હોય તેવી અનુભૂતિ લોકો કરી રહ્યા છે.
ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 6.3 ડીગ્રી
નલિયામાં લઘુતમ તાપમાનના પ્રમાણમાં સાડા ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. ગઈકાલે નલિયામાં લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી હતું તે આજે ઘટીને માત્ર છ ડિગ્રી થઈ ગયું છે. આવી જ રીતે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 6.3 ડીગ્રી નોંધાયું છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં બધે જ લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહ્યું છે. નલીયામાં આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધીને 95 ટકા સુધી પહોંચી ગયું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા
ગિરનાર પર્વત પર પ્રતિ કલાકના 11 કીલોમીટર ની ઝડપે પવન ફૂંકાય છે અને તેના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યો છે. ભવનાથ તળેટીમાં 9.3 અને જુનાગઢ શહેરમાં 11.3 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા નોંધાયું છે.
વેરાવળના તાપમાનમાં પણ ત્રણ ડિગ્રીનો વધારો
અમરેલીમાં લઘુતમ તાપમાનના પારાએ હાઇજંપ માર્યો છે. ગઈકાલે 8.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા પછી આજે તે વધીને 13.8 ડિગ્રી થઈ ગયું છે. ભાવનગરમાં ગઈકાલે 13.7 અને આજે 16.5 પોરબંદરમાં ગઈકાલે 10.8 અને આજે 14 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ બંને શહેરોમાં સરેરાશ ત્રણ ડીગ્રી જેટલું લઘુતમ તાપમાન ઊંચકાયું છે. રાજકોટમાં એકાદ ડિગ્રીનો વધારો લઘુતમ તાપમાનમાં થયો છે રાજકોટમાં ગઈકાલે 9.4 અને આજે 10.7 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળના તાપમાનમાં પણ ત્રણ ડિગ્રીનો વધારો થયો છે ગઈકાલે 14.3 અને આજે 17.1 ડિગ્રી લઘુતમ તાપમાન વેરાવળમાં રહ્યું છે.
અમદાવાદમાં એકાદ ડિગ્રીનો વધારો
અમદાવાદમાં એકાદ ડિગ્રીનો વધારો આજે લઘુતમ તાપમાનમાં થયો છે ગઈકાલે 12.2 અને આજે 13.7 ડીગ્રી લઘુતમ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે સુરતમાં બે ડિગ્રી જેટલો વધારો થયો છે ગઈકાલે 16.3 અને આજે 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન સુરતમાં નોંધાયું છે ભુજમાં આજે સામાન્ય ફેરફાર સાથે 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. દ્વારકામાં આજે 14.6 અને ઓખામાં 18.9 ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech