કોઈ અજ્ઞાત વાહન ના ચાલકે અજ્ઞાત આધેડને હડફેટમાં લઈ કચડી નાખતાં પોલીસ તંત્ર દોડતું થયું
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે ફરીથી હિટ એન્ડ રન નો બનાવ બન્યો છે, અને એક અજ્ઞાત આઘેડનો ભોગ લેવાયો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા ગામની ગોલાઈ પાસે કોઈ અજાણ્યા વાહન ના ચાલકે એક અજ્ઞાત આધેડને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, અને વાહનચાલક ભાગી છૂટ્યો હતો. જે બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અકસ્માત સર્જીને ભાગી છુટનારા વાહન ચાલકની પણ શોધખોળ આરંભી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech