હૃદયરોગની બિમારી સબબ સીનર્જી હોસ્પીટલમાં લીધા અંતિમ શ્ર્વાસ : શોકની લાગણી : શુક્રવારે પાબારી હોલ ખાતે સદગતનું ઉઠમણું અને સાદડી
જામનગરના જાણીતા નાટક કલાકાર જય વિઠ્ઠલાણીનું દુ:ખદ નિધન થતા રંગકર્મીઓ સહિતમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. હૃદયરોગની બિમારી પ્રાણઘાતક નિવડતા રાજકોટની સીનર્જી હોસ્પીટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા, શુક્રવારે બપોરે સદગતનું ઉઠમણું અને સસરા પક્ષની સાદડી અહીંના પાબારી હોલ ખાતે રાખવામાં આવેલ છે.
નાટય ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નગરને ગૌરવ અપાવનાર થિયેટર અને ગુજરાતી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરી આગવી પ્રતિષ્ઠા મેળવનાર જય પ્રભુદાસભાઇ વિઠ્ઠલાણી (ઉ.વ.૪૨)નું તા. ૨૮ના રોજ દુ:ખદ અવસાન થતા જામનગર સહિત રાજયના કલા જગતમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
અભિનેતા જયભાઇની અગાઉ ૩ સર્જરી થઇ હતી, દરમ્યાન હૃદયરોગની બિમારીના કારણે રાજકોટની સીનર્જી હોસ્પીટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા, આજે ગુરુવારે સવારે પટેલ કોલોની-૮ ખાતે તેમના નિવાસ સ્થાનેથી સદગતની અંતીમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સદગતનું ઉઠમણું તા. ૧-૩-૨૪ શુક્રવાર બપોરે ૪-૦૦ વાગ્યે પાબારી હોલ ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે, જય વિઠ્ઠલાણીએ અનેક નાટકોમાં ભુમિકા ભજવીને અનેક પુરસ્કારો મેળવ્યા હતા તેમજ તાજેતરમાં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ કમઠાણમાં પણ તેઓએ અભિનય કર્યો હતો.
વધુમાં મળેલી વિગત મુજબ જયભાઇએ છેલ્લે પોતાના ફેસબુક આઇડીમાં ૧૮-૨ના રોજ એક પોસ્ટ મુકી હતી જેમાં તેમણે કલાકાર-પ્રોડયુસર સંજય ગોરડીયા અને કમઠાણ ફિલ્મ વિશે લખ્યુ કે, સંજય ગોરડીયા સર સાથે આમ તો મારો પરિચય જુનો છે તેમના નાટકો જોઇ જોઇને હું મોટો થયો છું એ જામનગર શો માટે આવે અથવા એમને અમાં નાટક કોઇ સ્પર્ધામાં લઇને ગયા હોય તો અચુક મળવાનું થાય હમણાં અમારી ફિલ્મ કમઠાણ રીલીઝ થઇ છે અને સરસ રીસ્પોન્સ મળી રહયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech