એન્જિનિયર દિવસ નિમિતે નયારા એનર્જીના સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ડો. મોકસગુડંમ વિશ્ર્વેસરૈયાની જન્મદિવસ નિમિતે દર વર્ષે ૧૫ સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે જામનગર ખાતે નયારા એનર્જીના સીએસઆર પ્રોગ્રામ હેઠળ ચાલતા પ્રોજેકટ એકસેલ અંતર્ગત એન્જિનિયર દિવસ નિમિતે જામનગર ફેકટરી ઓનર્સ એસોશિયેશન સી.એન.સી. ટેકનિકલ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઓટોકેડ ૨ડી-૩ડી, પ્રેસનટેશન તેમજ જનરલ નોલેજ સ્પર્ધામાં જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય ભાઇઓ બહેનો એ મળી કુલ ૧૦૦ થી વધુ લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને પ્રતિભા ખરેખર પ્રભાવશાળી હતી.
આ કાર્યક્રમ માં જામનગર ફેકટરી ઓનર્સ એસોશિયેશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપ પ્રમુખ સુરેશભાઈ હીરપરા, તથા મનસુખભાઈ સાવલા અને ભાઈલાલભાઈ ગોધાણી તેમજ ઋત્વીજભાઈ સોનેયા અને નયારા એનર્જી્ના પ્રતિનિધિ ઉપસ્થી રહ્યા હતા. અને વિધાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિજેતા થનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. તેમજ કાર્યક્રમનું સંચાલન અને આયોજન ઇનશક્તિ ફાઉન્ડેશન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોશિયેશન અને નયારા એનર્જી્ સંચાલિત અતિ આધુનિક જામનગરમાં નિર્માણ કરવામાં આવેલ ટેકનિકલ તાલીમ કેન્દ્ર વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. અને વિધાર્થીઓને આવનારા ભવિષ્યમાં જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનિકલ તાલીમ લીધા બાદ ઉજ્જવળ કેરિયર બનાવવાની તક અને રોજગારી અને સ્વરોજગારીની તક વિષે માહિતી આપી હતી. અને ટેકનિકલ તાલીમ કેન્દ્રમાં ચાલતા વિવિધ કોર્ષ જેવા કે ૧. સી.એન.સી. મશીન ઓપરેટર, ૨. સી.એન.સી. મશીન પ્રોગ્રામર, ૩. ઓટોકેડ ૨ડી-૩ડી, ૪. કોલેટી કંટ્રોલ વગેરે ટેકનિકલ વ્યવસાય લક્ષી કોર્ષ શીખવવામાં આવે છે.
ઉપરોક્ત કોર્ષના નવા બેચ તા.૧-૧૦-૨૦૨૪ થી શ થઇ રહ્યા છે. જે ભાઈઓ બહેનો આ ટેકનિકલ તાલીમ મેળવવા ઇચ્છતા હોય એ ફોન નંબર ૮૭૩૪૦ ૪૨૮૦૩ - ટ્રેનિંગ સેન્ટર એડ્રેસ : જામનગર ફેક્ટરી ઓનર્સ એસોશિયેશનની બાજુમાં, જી.આઇ.ડી.સી. -૧, શંકર ટેકરી ઉદ્યોગ નગર - જામનગર. પર બ સંપર્ક કરી શકશો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech