જો ટ્રમ્પ યુએસ લશ્કરી સમર્થન પાછું ખેંચે તો સ્થિતિ વધુ વણસી શકે
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનને યુએસ અને તેના સાથી દેશો તરફથી મદદ મળતી રહી. પરંતુ હવે રાષ્ટ્ર્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ આ મદદ ચાલુ જ રહેશે કે કેમ અને સહાયના ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા છે. એક થિંક ટેન્કે એવું પણ કહ્યું કે જો ટ્રમ્પ મદદ રોકશે તો યુક્રેન પરમાણુ બોમ્બ બનાવશે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. એક થિંક ટેંકે આને લગતી ચેતવણી આપી છે. સૌથી મહત્વની વાત એ છે કે હત્પમલો રશિયાના બદલે યુક્રેનથી થઈ શકે છે. એક અગ્રણી યુક્રેનિયન થિંક ટેંકના તાજેતરના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ લશ્કરી સમર્થન પાછું ખેંચે છે તો યુક્રેન 'થોડા મહિનામાં' પરમાણુ હથિયારો વિકસાવી શકે છે. સેન્ટર ફોર આર્મી, ટ્રાન્સફોર્મેશન એન્ડ ડિસર્મમેન્ટ સ્ટડીઝ (સીએસીડીએસ)નું કહેવું છે કે યુક્રેન સામાન્ય બોમ્બ બનાવી શકે છે, જેમાં જાપાનના નાગાસાકી પર જે બોમ્બ છોડવામાં આવ્યો હતો તે જ ટેકનોલોજી હશે.
થિંક ટેન્કે આ પેપર યુક્રેનના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર સાથે શેર કયુ છે. રશિયા–યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ માત્ર આ બે દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવ જાતિ માટે સંપૂર્ણ વિનાશ તરફ દોરી શકે છે. મે મહિનામાં, ટ્રમ્પના બે ભૂતપૂર્વ રાષ્ટ્ર્રીય સુરક્ષા વડાઓએ એક પેપરમાં લખ્યું હતું કે યુએસએ યુક્રેનને માત્ર ત્યારે જ શક્રો પ્રદાન કરવા જોઈએ જો તે કિવ સાથે શાંતિ વાટાઘાટોમાં સામેલ થાય. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ એક દિવસમાં યુદ્ધનો અતં લાવી શકે છે
યુક્રેન કેવી રીતે અણુશક્રો બનાવશે?
રાષ્ટ્ર્રપતિ ચૂંટાયેલા ટ્રમ્પના સલાહકાર બ્રાયન લેન્ઝાએ તાજેતરમાં જણાવ્યું હતું કે નવું વહીવટીતત્રં યુક્રેનના રાષ્ટ્ર્રપતિને તેમના 'શાંતિ પ્રત્યે વાસ્તવિક અભિગમ'ના સંસ્કરણ વિશે પૂછશે. તેણે અગાઉ પણ કહ્યું હતું કે યુક્રેનને ક્રિમિયા છોડવું પડશે. યુક્રેનના ભવિષ્ય અંગે તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન અમેરિકાના 'ફેટ મેન' બોમ્બ જેવી જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્લુટોનિયમમાંથી હથિયાર બનાવવામાં સક્ષમ છે.
યુક્રેન પાસે યુરેનિયમને શુદ્ધ કરવાનો સમય નથી
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો યુક્રેન આવું કરવા ઈચ્છે છે તો તેણે પરમાણુ રિએકટરમાં ઉપયોગમાં લેવાતા ઈંધણના સળિયામાંથી લેવામાં આવેલા પ્લુટોનિયમ પર આધાર રાખવો પડશે. કારણ કે તેની પાસે યુરેનિયમને શુદ્ધ કરવાની કોઈ મોટી સુવિધા અને સમય નથી. યુક્રેનમાં મોટી સંખ્યામાં પરમાણુ નિષ્ણાતો છે. ૯ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ જાપાનના શહેર નાગાસાકી પર ફેંકાયેલા 'ફેટ મેન' પ્લુટોનિયમ બોમ્બે ભારે તબાહી મચાવી હતી. આ સાથે હિરોશિમા શહેર પર બોમ્બ પણ ફેંકવામાં આવ્યો હતો, જેના પછી બીજા વિશ્વ યુદ્ધનો અતં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech