\
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, ચીન, મેકિસકો અને ભારત પર ટેરિફ લાદવાની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે ભારત અમેરિકન સામાન પર ખૂબ જ ઐંચી ટેરિફ લાદે છે અને તેમનો દેશ પણ ભારતીય સામાન પર સમાન ટેરિફ લાદશે. ત્યારથી આ મુદ્દો ગરમ છે. ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પની નીતિથી ભારત ખરાબ રીતે પ્રભાવિત થશે અને તેની પોતાની ટેરિફ નીતિની સમીક્ષા થવી જોઈએ. પરંતુ રીસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સીસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ (આરઆઈએસ) કહે છે કે ભારત સાથે ટ્રેડ વોર શ કરવી એ અમેરિકાના હિતમાં નથી. આ અંગે અગાઉ પણ સ્પષ્ટ્રતા કરવામાં આવી છે.
આરઆઈએસ એ તેની પોલીસી બ્રીફ ટ્રેડ, ટેરિફ અને ટ્રમ્પમાં જણાવ્યું હતું કે ભૂતકાળના અનુભવને જોતાં, નવા નીતિગત ફેરફારો ટૂંકા ગાળામાં કામચલાઉ આંચકા લાવી શકે છે, પરંતુ તેની અસરો પછીના વર્ષેામાં ઓછી થઈ જાય છે. આનું કારણ એ છે કે અસરગ્રસ્ત દેશો સક્રિય રીતે પ્રતિક્રિયા આપે છે. આમાં એકપક્ષીય ટેરિફ વધારો, ડબલ્યુટીઓ વિવાદ સમાધાન પદ્ધતિઓ અને અન્ય વ્યૂહાત્મક હસ્તક્ષેપોને અપીલ જેવા પગલાંનો સમાવેશ થાય છે. આવા પગલાઓએ આ દેશોને યુએસની વેપાર નીતિઓની પ્રતિકૂળ અસરોને ઘટાડવામાં મદદ કરી છે. આ આખરે યુએસ સરકારનું દબાણ ઘટાડે છે.
એવો ડર છે કે ટ્રમ્પ સરકાર ભારત પર વધુ ટેરિફ લાદી શકે છે કારણ કે ભારતનો અમેરિકા સાથે હાઈ ટ્રેડ સરપ્લસ છે. અમેરિકા સાથે ભારતનો વેપાર સરપ્લસ ૩૩.૮ બિલિયન ડોલર છે. આરઆઈએસએ કહ્યું કે માળખાકીય ફેરફારોએ સમયની જરિયાત છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ૨૦૧૮માં અમેરિકા સાથે ભારતના વેપાર સરપ્લસમાં તીવ્ર ઘટાડો થયો હતો. ૨૦૨૧માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના અતં સુધી અમેરિકા સાથે ભારતનો દ્રિપક્ષીય વેપાર સરપ્લસ સતત વધતો રહ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMઅમેરિકામાં ૫૦૦થી વધુ ઘૂસણખોરોની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા
January 24, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech