BREAKING NEWS

અમેરિકાએ કર્યેા યુદ્ધવિરામનો ભંગ ઈરાનના બંદર અબ્બાસ પર

  • May 27, 2026 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ ફરી એકવાર ખતરનાક વળાંક પર પહોંચતો દેખાય છે. હોર્મુઝ સ્ટ્રેટ નજીક સ્થિત ઈરાનના બંદર અબ્બાસ ક્ષેત્રમાં અમેરિકાના નવા હવાઈ હત્પમલા બાદ તેહરાને તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ લગભગ સાત અઠવાડિયાથી અમલમાં રહેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કયુ છે, જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ પ્રયાસોને મોટો ફટકો પડો છે. ઈરાની મીડિયા અનુસાર, ગઈકાલે વહેલી સવારે હોર્મુઝ પ્રાંતમાં અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. અમેરિકાએ આ હત્પમલાઓને રક્ષણાત્મક કાર્યવાહી તરીકે વર્ણવ્યા હતા, અને દાવો કર્યેા હતો કે તેણે હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળના ખાણો નાખવાની તૈયારી કરી રહેલા મિસાઈલ સ્થાનો અને જહાજોને નિશાન બનાવ્યા હતા.
દરમિયાન, ઈરાને પણ બદલાની કાર્યવાહી અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યેા છે. ભારતમાં ઈરાની દૂતાવાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે અમેરિકાના એમકયુ–૯ ડ્રોનને તોડી પાડું હતું, યારે એફ–૩૫ અને આરકયુ–૪ વિમાનોને પાછળ ફરીને ભાગી જવાની ફરજ પડી હતી. પશ્ચિમ એશિયા ક્ષેત્ર યારે ભયમાં ચૂપચાપ બેસી રહેતો હતો તે યુગ હવે પૂરો થઈ ગયો છે. અમેરિકાએ હજુ સુધી તેના એફ–૩૫ જેટ કે ડ્રોનને થયેલા નુકસાનની સત્તાવાર પુષ્ટ્રિ કરી નથી, પરંતુ આ દાવાઓએ આ ક્ષેત્રમાં તણાવમાં વધારો કર્યેા છે.અમેરિકાના વિદેશ સચિવ માર્કેા બિયોએ જણાવ્યું હતું કે વ્યાપક કરાર અંગે વાટાઘાટો હજુ પણ ચાલુ છે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં થોડા વધુ દિવસો લાગી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News