આખરે અમેરિકામાં વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટસનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયની ૪ વર્ષથી રાહ જોવાઈ રહી હતી.
છેલ્લી વખત ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૦માં વ્યાજદરમાં ઘટાડો કર્યેા હતો. આ સાથે અપેક્ષા વધી છે કે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) તેની આગામી નાણાકીય નીતિની બેઠક દરમિયાન ભારતમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત પણ કરી શકે છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્ર્રપતિની ચૂંટણી પહેલા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકન શેરબજારમાં આ નિર્ણયની વિધેયાત્મક અસર પડી હતી અને ત્યાનું શેરબજાર રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યું હતું પરંતુ આ તેજી ટકી નહોતી અને બજાર માઈનસમાં બધં થયું હતું. ફેડ રીઝર્વે વ્યાજદર ઘટાડા એની અસર પે ભારતમાં શેર બજાર આગ ઝરતી તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેકસમાં ૭૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
ફેડરલ રિઝર્વની બેઠકમાં આ નિર્ણયની તરફેણમાં ૧૧ અને વિરોધમાં ૧ મત પડા હતા. આ સાથે અમેરિકામાં વ્યાજ દર ૪.૭૫ થી ૫.૦૦ ટકાની વચ્ચે રહેશે. આ સિવાય ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે આ વર્ષના અતં સુધીમાં વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો થઈ શકે છે. વ્યાજદરમાં ઘટાડો કરવાથી ગ્રાહકો અને વ્યવસાયો માટે લોન લેવાનું સરળ બનશે. હવે બેન્કોએ પણ તેમના વ્યાજદરમાં ઘટાડો કરવો પડશે.
નિષ્ણાતો હવે આશાવાદી છે કે ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજદરમાં ઘટાડો કરવાની પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે. તેમનું માનવું છે કે આ વર્ષના અતં સુધીમાં અડધા ટકા, ૨૦૨૫માં એક ટકા અને ૨૦૨૬માં અડધા ટકાના ઘટાડા સાથે ફેડરલ રિઝર્વ દેશમાં વ્યાજ દરો ૨.૭૫ થી ૩.૦ ટકાની આસપાસ રાખશે. અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે કહ્યું કે ફુગાવાનો દર ૨ ટકા તરફ જઈ રહ્યો છે.
આ સિવાય જોબ ડેટા સારા સંકેતો આપી રહ્યા છે. આર્થિક અનુમાન મુજબ ચોથા કવાર્ટરમાં દેશમાં બેરોજગારીનો દર ૪.૪ ટકાની આસપાસ રહી શકે છે. આ સિવાય મોંઘવારી દર પણ ૨.૩ ટકા રહેવાનો અંદાજ છે
ભારત પર શું અસર થશે?
૫૦ બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ અમેરિકામાં વ્યાજ દર ઘટીને ૪.૭૫ થી ૫ ટકા વચ્ચે થઈ ગયો છે. અગાઉ અમેરિકામાં વ્યાજ દર ૫.૨૫ ટકાથી ૫.૫૦ ટકા સુધી પહોંચી ગયો હતો. આ દર હોમ મોર્ટગેજ, ઓટો લોન અને અન્ય ક્રેડિટ–આધારિત વ્યવસાયોની કિંમતમાં ઘટાડો કરશે અને વ્યવસાયોને વધુ લોકોને નોકરી પર રાખવા અને ઉત્પાદનને વિસ્તારવા અને વધારવા માટે પ્રોત્સાહિત કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યુએસ ફેડ વ્યાજ દરમાં ઘટાડો અન્ય અર્થતંત્રોની મધ્યસ્થ બેન્કોને તેનું અનુસરણ કરવા પ્રોત્સાહિત કરશે. શેરબજાર અને સોનાના ભાવ વધી શકે છે. પિયો મજબૂત બની શકે છે. નિકાસ કરતી કંપનીઓ અને સેવા ક્ષેત્રને નકારાત્મક અસર થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech