પોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ

  • November 22, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓને મળતા તેમણે આ પર્સ પ્રામાણિકતાથી પરત સોપતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કર્મચારીઓને બિરદાવ્યા હતા.
પોલીસ સબ ઇન્સ કે. એન અઘેરા તથા એ.એસ.આઇ. કિરીટભાઇ પરમાર તા ટ્રાફિક બ્રિગેડ કૈલાસભાઇ વીરાભાઇ તથા જયદીપભાઇ લાખાભાઇ એમ.જી. રોડ પર ફૂટ પેટ્રોલીંગમાં ફરતા હતા બાદ ફરતા ફરતા રાણીબાગ ચાર રસ્તા જે.પી. ફૂટવેર દુકાન પાસે આવતા એક (પર્સ) પાકિટ રોડ ઉપર નજરે આવતા તુરત જ  ટ્રાફિક બ્રિગેડ કૈલાશભાઇ દ્વારા લઇ પોલીસ સબ ઇન્સ. કે.એન. અઘેરાને રજૂ કરતા આ પાકીટ જોતા તેમાં જ‚રી કાગળોમાં પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ રોકડ ‚પિયા ૨૦૪૦ હોય આથી આ પાકીટના માલિકને શોધવા પ્રયત્ન હાથ ધરતા આધારકાર્ડના આધારે તેમનું એડ્રેસ શોધી કાઢી રાજકોટ રૈયારોડ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ અંબિકા પાર્કમાં રહેતા રુદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાનું હોવાનું જાણવા મળેલ અને તેમનો કોન્ટેક કરતા હાલ તેઓ પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ સંચાલિત જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજમાં  અભ્યાસ કરતા હોય અને તેઓ પોરબંદર શહેરમાં  ખરીદી કરવા નીકળતા તેમનુ પાકીટ ખોવાઇ ગયુ હતુ. આવુ જાણવા મળતા તેમને ટ્રાફિક શાખા ખાતે બોલાવી જ‚રી દસ્તાવેજ તેમજ પાકીટ અંગે ઓળખ કરી ખરાઇ કરી આ પાકિટ પરત કરતા, ‚દ્રરાજસિંહ જાડેજા દ્વારા ટ્રાફિક બ્રિગેડ કૈલાસભાઇ વીરાભાઇને પોતાની ફરજમાં પ્રામાણિકતા દાખવવા બદલ અને પોતાનુ પાકીટ પરત કરવા બદલ તેમનો તથા તમામ ટ્રાફિક પોલીસ સ્ટાફનો ખૂબ આભાર વ્યકત કરેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News