અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્નીએ કમલા હેરિસના પતિ સાથે કરી કિસ, USAના સોશ્યલ મીડિયા પર વાયરલ થયાં વિડીયો

  • February 08, 2023 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મંગળવારે કેપિટોલ હિલ પર સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધન પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્ની એટલે કે અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમહોફને લીપ કિસ કરી હતી. રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે રાત્રે રાષ્ટ્રની રાજધાનીમાં બીજી વખત સ્ટેટ ઑફ ધ યુનિયનનું સંબોધન કર્યું, જે યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી ગુમાવ્યા પછીનું પ્રથમ સંબોધન હતું.તેના થોડા સમય પછી, જો બિડેનની પત્ની જીલ બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમહોફ વચ્ચેની કિસનો વીડિયો માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર વાયરલ થયો હતો.

એક યુઝરે લખ્યું કે, "જીલ બિડેને કમલા હેરિસના પતિને કિસ કરી... ક્યારેય વિચાર્યું પણ ન હતું..." યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકનને બહુમતી મળ્યા બાદ વિભાજિત સંસદમાં રાષ્ટ્રપતિ જો બિડેનના મહત્વપૂર્ણ સંબોધનનો આ પ્રથમ પ્રસંગ હતો, જેમાં તેમણે રિપબ્લિકન 'મિત્રો' પાસેથી સહયોગ આહ્વાન કર્યું છે.
​​​​​​​

જો બિડેને મંગળવારે તેમના સ્ટેટ ઑફ ધ યુનિયનના સંબોધનમાં જણાવ્યું હતું કે યુએસ અર્થતંત્ર 'પૃથ્વી પરના કોઈપણ અન્ય દેશ' કરતાં વૃદ્ધિ કરવા માટે સારી સ્થિતિમાં છે, ભલે COVID-19 અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ગમે તેટલા યુક્રેન પરના હુમલા કરે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application