અમેરિકાના વિદાય લઈ રહેલા રાષ્ટ્ર્રપતિ જો બાઇડનનું દર્દ છલકાયું છે. તેઓએ કહ્યું કે, હત્પં નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ટ્રમ્પને હરાવી શકયા હોત, પરંતુ તેમણે પોતાના પક્ષ (ડેમોક્રેટિક પાર્ટી)ની એકતા માટે ચૂંટણીની વચ્ચે જ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો.શુક્રવારે વ્હાઇટ હાઉસની એક ન્યૂઝ કોન્ફરન્સમાં બાઇડેનને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને ચૂંટણી ન લડવાના નિર્ણય પર અફસોસ છે? શું તેમને લાગે છે કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવાની સરળ તક આપી હતી? આ સવાલોને લઈ બાઇડન અમુક હદ સુધી સંમત થયા હતા.બાઇડને કહ્યું, 'એવું નથી કે અમે ટ્રમ્પને સરળ તક આપી, પરંતુ મને લાગે છે કે હત્પં ટ્રમ્પને હરાવી શકયો હોત. કમલા હેરિસ પણ ટ્રમ્પને હરાવી શકયા હોત. ખરેખર, પાર્ટીને એક રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. મારી પાર્ટીને ચિંતા હતી કે, હત્પં ચૂંટણી લડી શકીશ કે નહીં. મેં આ વિશે વિચાયુ અને જોયું કે પાર્ટીને એક કરવી વધુ સાં રહેશે. જોકે, મને લાગ્યું કે હત્પં ફરીથી જીતી શકું છું.વર્ષ ૨૦૨૦ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવનારા જો બાઇડન ૨૦૨૪ની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ હતા. જૂન મહિનામાં એટલાન્ટામાં રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવારો વચ્ચે થયેલી ચર્ચામાં ૮૨ વર્ષીય બાઇડેનનું પ્રદર્શન ખાસ નહોતું. આ પછી, તેમની ઉંમરને લઈ તેમના જ પક્ષના સભ્યોએ બાઇડનના આ પદ માટેની રેસમાંથી ખસી જવાની વાત શ કરી હતી.પાર્ટીમાં વિરોધ બાદ, બાઇડને ટ્રમ્પ સામે યુએસ રાષ્ટ્ર્રપતિ પદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. બાઇડનના સ્થાને ઉપરાષ્ટ્ર્રપતિ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ગયા વર્ષના અંતમાં યોજાયેલી ચૂંટણીમાં કમલા હેરિસને ડોનાલ્ડ ટ્રમ્પના હાથે હારનો સામનો કરવો પડો હતો.કમલા હેરિસ આગામી ચૂંટણી લડી શકે તેવી શકયતા અંગે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાઇડને કહ્યું, કમલા હેરિસ ફરીથી રાષ્ટ્ર્રપતિની ચૂંટણી લડવા માટે સક્ષમ છે. મને લાગે છે કે આ એક એવો નિર્ણય છે જેના વિશે તે વિચારી શકે છે. તેઓ ચાર વર્ષ પછી ફરીથી ચૂંટણી લડવા માટે લાયક છે. તેમણે આ નિર્ણય લેવો પડશે.બાઇડેનને પૂછવામાં આવ્યું કે, શું તમે રાષ્ટ્ર્રપતિ પદ છોડા પછી સક્રિય રહેવાની યોજના બનાવી રહ્યા છો, અથવા તમે બુશ મોડેલને અનુસરવાના છો યાં તમે લોકોની નજરથી દૂર રહેશો? આનો જવાબ આપતાં બાઇડને કહ્યું, હત્પં તમારી નજરથી કે તમારા હૃદયમાંથી અધ્શ્ય થઈશ નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech