ચોરી કરેલા ત્રણ બાઈક સાથે બે શખ્સ ઝડપાયા

  • September 16, 2024 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ,- પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, બે માણસો અલગ-અલગ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પોલીસ કલરના પટાવાળા મોટર સાયકલો નંબર પ્લેટ વગરના લઇ ભોળાદ ગામ તરફથી ભાવનગર તરફથી આવી રહ્યા છે. અને તેની પાસેની  ગાડીઓ ચોરી અથવા તે છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે ભાવનગર શહેર, નારી ચોકડી રોડ ઉપર વોચમાં હતાં ત્યારે અટકાવી  તપાસ કરતા તેની પાસેથી  ત્રણ મોટર સાયકલો મળી આવેલ. જે મોટર સાયકલો અંગે તેની પાસે આધાર કે પુરાવાના કાગળો નહી હોવાનું જણાવતા  આ મોટર સાયકલો અંગે   વધુ પુછપરછ કરતાં  મોટર સાયકલ આશરે એક મહીના પહેલા શિહોર પાતરા રોલીંગ મીલ પાસેથી ચોરી કરેલ. બંન્ને મોટર સાયકલો આશરે એક થી દોઢ વર્ષ પહેલા રાજકોટ શહેરમાંથી ચોરી કરી લાવેલ હોવાની કબુલાત આપતા  રણજીત ઉર્ફે ભોથો હરજીભાઇ ઉધેળીયા/પરમાર (ઉ.વ.૨૬ રહે.ભોળાદ ગામ, (નેસડા) તા.શિહોર જી.ભાવનગર હાલ-એકડે-એક બાપુની દરગાહ પાસે, દેરાસર વિસ્તાર, રેલ્વે સ્ટેશન પાસે, જામનગર) અને   ગૌરવ રમેશચંન્દ્ર જોષી (ઉ.વ.૩૪ રહે.મકાન નં.૪૯૩૭, હરિઓમ નગર, કાળીયાબીડ, ભાવનગર) ને ઝડપી લઈ   હિરો હોન્ડા સ્પ્લેન્ડર  રજી.નંબર વગરનું  મોટર સાયકલ કિ.રૂ.૨૫૦૦૦,   હિરો સ્પલેન્ડર પ્લસ  રજી.નંબર વગરનું મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦ તેમજ   હિરો સ્પલેન્ડર પ્લસ  રજી.નંબર વગરનું મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૦૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ સામે  ભાવનગર, શિહોર, પોલીસમાં  ઇ-ઋ.ઈં.છ. ગુ.ર.નં. ૨૦૨૪૦૮૨૨૬૧૪૮૯૬/૨૦૨૪ બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ.-૩૦૩(૨), મુજબ અને  રાજકોટ તાલુકા, પોલીસમાં  એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૩૨૩૦૭૩૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.-૩૭૯, મુજબનો જ્યારે  રણજીત ઉર્ફે ભોથો હરજીભાઇ ઉધેળીયા-પરમારનો ગુન્હાહીત ઇતિહાસ ભાવનગર, વરતેજ પોલીસમાં  એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬ ૭૨૨૦૫૩૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમ.૩૮૦,૪૫૭, મુજબ નોંધાયો હતો. આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, હીરેનભાઇ સોલંકી, અજીતસિંહ મોરી, પ્રજ્ઞેશભાઇ પંડ્યા, કુલદીપસિંહ ગોહીલ, અર્જુનસિંહ ગોહીલ અને  મહેશભાઇ કુવાડીયા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application