- રૂ. 5.85 લાખનો મુદ્દામાલ કબજે: એલસીબી પોલીસની કાર્યવાહી -
ભાણવડના પુનિત માર્કેટ વિસ્તારની ગલીમાંથી પોલીસે મોડી રાત્રીના સમયે રણજીતપરા વિસ્તારમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક ગઢવી ભરત માંડણભાઈ મારુ અને આ જ વિસ્તારમાં રહેતા અને લોન રીકવરીનું કામ કરતા યશરાજસિંહ સુખદેવસિંહ જાડેજા નામના બે શખ્સોને સ્કોર્પિયો કાર તેમજ વિદેશી દારૂની 120 બોટલ સાથે ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂપિયા 74,820 ની કિંમતની 120 બોટલ વિદેશી દારૂ તેમજ રૂ. 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતની સ્કોર્પિયો કાર મળી, કુલ રૂપિયા 5,84,820 નો મુદ્દામાલ કબજે કરી, બંને શખ્સોની અટકાયત કરી લીધી હતી.
આ પ્રકરણમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભકા કારા રબારી નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેને હાલ પોલીસે ફરાર જાહેર કર્યો છે. આ સમગ્ર ગુનામાં ભાણવડ પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધાયો છે.
લાંબાનો શખ્સ પરપ્રાંતીય શરાબ સાથે ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા ભાયા ઉર્ફ ભાવેશ મેરામણ ચેતરીયા નામના 34 વર્ષના આહિર શખ્સને પોલીસે રૂ. 13,488 ની કિંમતની વિદેશી દારૂની 24 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં રાણપર ગામના જગા દાના રબારીનું નામ ફરારી તરીકે પોલીસમાં જાહેર થયું છે.
ખંભાળિયામાં નોટ નંબરનો જુગાર રમતા બે ઝડપાયા
ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાંથી પોલીસે ડાયા સોમા ડોરુ અને સોમા અમરા ડોરુ નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech