BREAKING NEWS

ટંકારાના ઓટાળા ગામે શેઢાની માપણી બાબતે બે પક્ષોએે સામસામે ફરિયાદ નોંધાવી

  • April 03, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ભરતભાઈ પરસોત્તમભાઈ દેસાઈ (ઉ.વ.૫૨) એ તેમના જ ગામના આરોપી કનુભાઈ બચુભાઈ ગોલતર, બચુભાઈ લધુભાઈ ગોલતર તથા આયુષ કનુભાઈ ગોલતર વિદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી કનુભાઈ તથા બચુભા સાથે ફરીયાદીની ઓટાળા ગામની સીમમા એક સેઢે જમીન આવેલ હોય જે જમીનના શેઢાની માપણી બાબતેનું મનદુખ હોય જેના કારણે આ કામના આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો દઇ પકડી રાખી ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપી આયુષે પોતાની ઇકો કાર લઇ આવી ઇકો માંથી ધોકો કાઢી ફરીયાદિના બન્ને પગમાં માર મારી ઇજાઓ પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
યારે સામાપક્ષે ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા કનુભાઈ બચુભાઈ ગોલતર (ઉ.વ.૪૨) એ તેમના જ ગામના આરોપી ભરતભાઈ પરસોત્તમભાઈ દેસાઈ તથા હેમરાજભાઇ પરસોત્તમભાઈ દેસાઈ તથા ભરતભાઈના પત્ની વિદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ભરતભાઈ તથા હેમરાજભાઈ સાથે ફરીયાદીની ઓટાળા ગામની સીમમા એક સેઢે જમીન આવેલ હોય જે જમીનના શેઢાની માપણી બાબતેનું મનદુખ હોય જેના કારણે આરોપીઓએ ફરીયાદીના દિકરો આયુષ ઉ.વ–૧૯ વાળો વાડીએ બળતણ માટે લાકડા કાપતો હોય જેને જેમ ફાવે તેમ ગાળો દઇ ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપીઓએ ટીશર્ટ ફાડી નાખી તેમજ આરોપીઓએ તેની પાસે રહેલ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી હતી.બંને પક્ષો દ્રારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News