બે મુખ્ય સુત્રધાર 3 દિવસના રીમાન્ડ પર: સીટ દ્વારા તપાસનો ધમધમાટ
ભાણવડના ધારાગઢ પાસે જામનગરના આહિર પરિવારના ચાર સભ્યોએ સામુહીક આપઘાત કરી લેવાના અરેરાટીજનક પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ કરતા કડક ઉઘરાણીખોરોના ત્રાસથી પગલુ ભયર્નિું બહાર આવ્યુ હતું જેમાં ગુનો નોંધાતા બે શખ્સોને પકડી પાડી 3 દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યા છે, સીટની તપાસ દરમ્યાન અન્ય 3ની સંડોવણી સામે આવતા તુરંત ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી અને આ પ્રકરણમાં જામનગર અને ઢીચડાના વધુ બે શખ્સોને પોલીસે પકડી લીધા છે. આમ સામુહિક આપઘાત પ્રકરણમાં ધરપકડનો આંક ચાર થયો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતીએ જીલ્લામાં પૈસાની આર્થીક સંકળામણ અનુભવતા પરિવારને ન્યાય આપવા તથા દાખલ થતા ગુનાઓમાં ત્વરીત ધોરણે કાર્યવાહી કરવા ભાણવડ પીએસઆઇ એમ.આર. સવસેટા, સે.પીએસઆઇ એન.એન. વાળાને સુચના કરેલ હતી.
જે અન્વયે ગત તા. 9-7ના રોજ ભાણવડ તાલુકાના ધારાગઢ ગામની સીમમાં એક પરિવારના ચાર સભ્યોએ સામુહિક આપઘાત કરેલ જે બાબતે ભાણવડ પોલીસ સ્ટેશનમાં કલમ 108, 115(2), 308(5), 54 મુજબનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં બે આરોપીઓ વિશાલસિંહ ફતુભા જાડેજા રહે. જામનગર, વિશાલ પરસોતમ પ્રાગડા રહે. જામનગરને સાયબર ક્રાઇમના પીઆઇ પી.પી. બ્રહ્મભટ્ટએ અટક કરી રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરી 3 દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મેળવી ધનિષ્ઠ તપાસ હાથ ધરી છે.
ઉપરોકત તપાસમાં તપાશનીશ અધિકારી સાથે એલસીબી, એસઓજી દ્વારકાની ટીમ તથા ભાણવડ પોલીસ કર્મચારીઓ જોડાયેલ હોય અને તપાસ દરમ્યાન અગાઉ અટક કરેલ મુખ્ય સુત્રધાર આરોપીઓની સાથે ગુનામા આરોપી શૈલેન્દ્રસિંહ દિલુભા ઝાલા રહે. ઢીચડા તથા જયદિપસિંહ કનકસિંહ ઝાલા રહે. જામનગરનું નામ ખુલતા તેઓની તપાસ કરવા ઉપરોકત તમામ ટીમએ ત્વરીત ધોરણે તપાસ હાથ ધરી બંને આરોપીઓને પકડી પાડી આ ગુના સબબ પુછપરછ કરી ધોરણસર અટક અંગેની કાર્યવાહી કરી હતી તેમજ આ ગુનામા તમામ પ્રકારના પુરાવાઓ એકત્રીત કરવા તપાસ હાથ ધરી છે.
દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા સીટની રચના કરીને તપાસને વેગવંતી બનાવવામાં આવી છે, આ પ્રકરણમાં ચાર શખ્સોની અટકાયત કરાઇ છે અને અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ અંગે ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. ગઇકાલે સામુહિક આપઘાત પ્રકરણ સબંધે ખંભાળીયા ખાતે ડીવાયએસપીના અઘ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ હતું જેમાં બનાવને લગત વિગતો જાહેર કરાઇ હતી. કડક ઉઘરાણી અને બાકી નીકળતી રકમ નહી આપીને બંને મુખ્ય સુત્રધાર દ્વારા ધાકધમકી આપી મરી જવા મજબુર કયર્િ હતા. ઘટના સ્થળેથી કબ્જે કરાયેલા 3 મોબાઇલમાંથી પોલીસને કેટલીક સ્ફોટક માહિતીઓ સાંપડી હતી અને તેના આધારે તપાસ કરીને આરોપીઓને પકડી લેવાયા છે હજુ એક આરોપી બાકી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના લોકોએ આજે નાણાકીય બાબતે ખાસ ધ્યાન રાખવું છતાં કોઈને ઉછીના આપેલા પૈસા પાછા મળી શકે છે
January 25, 2025 09:34 AMઅમિતાભ બચ્ચન બાદ હવે અક્ષય કુમારે પણ રિયલ એસ્ટેટમાંથી કમાયા આટલા કરોડ
January 24, 2025 07:45 PMશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech