ગોંડલ સરકારી હોસ્પિટલમાં છેલ્લા અઢી વર્ષથી નોકરી કરતા અને દોઢ વર્ષથી રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. પ્રેમભાઈ મહેશભાઈ ગરાળા દ્રારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે ગોંડલના જ રહેવાસી અર્જુનભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ અને તેમના મિત્ર નવાજ જાનવાણી નામના બે શખ્સો વિદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે સીએનએસની કલમ ૨૨૧, ૩૫૨, ૩૫૧(૩), અને ૫૪ મુજબ ગુનો દાખલ કર્યેા છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ છેલ્લ ા એકાદ વર્ષથી વારંવાર હોસ્પિટલમાં બિનજરી રીતે બાટલા ચડાવવાના બહાને આવતા હતા. આ દરમિયાન તેઓ જુનિયર મેડિકલ ઓફિસર ડો. પ્રતીક જોષી, ડો. હર્ષિતા સીરજા, ડો. રજત રાઠોડ અને અન્ય સ્ટાફ સાથે ખરાબ વર્તન કરી ગાળાગાળી કરતા હતા. આરોપીઓ દ્રારા ફરજ પરના મેડિકલ સ્ટાફના ખોટી રીતે વિડીયો ઉતારી, કાયદેસરની ફરજમાં કાવટ કરવામાં આવતી હતી. આ ઉપરાંત, મેડિકલ સ્ટાફને બદનામ કરી બંને આરોપીઓ દ્રારા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.આ બનાવને લઈને સરકારી હોસ્પિટલના સ્ટાફમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. ડો. પ્રેમભાઈની ફરિયાદના આધારે ગોંડલ સિટી પોલીસે બન્ને આરોપીઓ વિદ્ધ ગુનો નોંધી એએસઆઇ જીેશ કાળુભાઈ પુરોહિતે આગળની વધુ તપાસ હાથ ધરી છે....