BREAKING NEWS

હરિહર ચોકના વોંકળાનું કામ ડખ્ખે ચડ્યું આ ચોમાસે પણ હજુ રસ્તો બંધ જ રહેશે

  • May 26, 2026 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૭ની વચ્ચેી પસાર તા હરિહર ચોકના વોંકળા ઉપર સ્લેબ ભરી વોંકળા ફરતે નવી દિવાલ બનાવવાની કામગીરી છેલ્લા એકાદ વર્ષી ચાલી રહી છે જેના લીધે હરિહર ચોકી ચૌધરી હાઇસ્કુલ તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી હોય હજુ આ ચોમાસે પણ રસ્તો ખુલે તો ખુલે તેવી સ્િિત હોવાનું મ્યુનિ.સૂત્રોમાંી જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંી પ્રાપ્ત વિગતો મુજબ રૂ.બે કરોડી વધુના ખર્ચે શહેરના સૌી મોટા એવા સદર બજારના ઘોડાગાડી સ્ટેન્ડી હરિહર ચોક સુધીના વોંકળામાં નવેસરી સ્લેબ ભરવા તેમજ ફરતેની સમગ્ર રિટેઇનિંગ વોલ સંપૂર્ણ નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ તેની ૭૫ ટકા જેવી કામગીરી પૂર્ણ ઇ છે. જ્યારે બાકી રહેતું કામ પૂર્ણ તા હજુ ઓછામાં ઓછા બે મહિના વિતી જશે.
હરિહર ચોકના વોંકળાનું ૭૫ ટકા કામ પૂર્ણ યા બાદ હાલ અમેરિકા-ઇરાન યુધ્ધને કારણે માલ-મટીરીયલના ભાવમાં વધારો, શોર્ટ સપ્લાય તેમજ ઇંધણના પ્રશ્નો સર્જાતા ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલીી સહિતના કારણે કામ પૂર્ણ વામાં વિલંબ ઇ રહ્યો હોવાનું મ્યુનિ.વર્તુળોએ જણાવ્યું હતું. એકંદરે હરિહર ચોકી ચૌધરી હાઇસ્કુલ ચોક તરફ જતો રસ્તો હજુ બંધ જ રહેશે. જો બધું સમુસૂતરું પાર પડે તો જુલાઇમાં રસ્તો ખુલે તો ખુલે નહીંતર ચોમાસું વિતી જશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application