સુભાષનગર આવાસ યોજનામાં યુવાન પર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા

  • May 28, 2025 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સુભાષનગર,એરપોર્ટ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા યુવાન પર સામાન્ય બાબતે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઘોઘા રોડ પોલીસે ઝડપી લીધા હતા. સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ યુવાન પર છરી વડે હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલા રાહુલ ઉર્ફે રોબોટ અને ગૌતમ ઉર્ફે  ગલ્લોને પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી અને  ઘટનાનું રિક્ધટ્રસ્ટન્ટ કરવાયુ હતું. આ સમયે સ્થળ પર લોકોના ટોળાં એકઠ્ઠા થયા હતા.નોંધનીય છે કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસાજિક તત્વોએ માજા મૂકી હોય તેમ સામાન્ય બાબતો પર માથાકૂટ કરી છરી જેવા ઘાતક હથિયારો વડે લોહીયાલ અને જીવલેણ હુમલા કરવાની ઘટનાઓ બની રહી છે. તો બીજી બાજુ આવા તત્વો પર ધાક બેસાડવા પોલીસ તંત્ર બનાવ બાદ ઝડપી પગલાંઓ લઈ આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ અસામાજિક તત્વોનો  લોકોમાં ડર ઓછો થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે આવા તત્વો કોઈપણ ગુનાહિત ઘટનાને અંજામ આપે તે પૂર્વે તે ગુનાની સજાથી થરથર કંપે તેવી અને એક વાર ગુનો આચર્યા  બાદ બીજી વખત ગુનો આચરતા સો વાર વિચારે તેવી ઠોસ કાર્યવાહી આવા તત્વો સામે કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application