BREAKING NEWS

મોરબીના સરતાનપર રોડ પર કાર ડમ્પર પાછળ ઘુસી જતાં બેનાં મોત

  • June 26, 2026 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીની સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જતા હતા અને કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ડમ્પર પાછળ કાર અથડાઈ જતા કારમાં સવાર બંને મિત્રોના કણ મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ખાખરાળા ગામે રહેતા દશરથભાઈ સામતભાઈ અઘારા નામના યુવાને કાર જીજે ૩૬ એઆર ૬૧૩૧ ના ચાલક વિદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૫ ના રોજ ફરિયાદીના મોટાભાઈ મહેશભાઈ અને તેના મિત્ર અરવિંદભાઈ જેસિંગભાઈ ઉડેચા રહે સરતાનપરની પચં ગાડી જીજે ૨૬ એઆર ૬૧૩૧ લઈને જતા હતા સરતાનપર રોડ, સરતાનપર ચોકડી પાસે પહોંચતા અરવિંદભાઈએ પોતાની કાર પુરઝડપે ચલાવી ડમ્પર જીજે ૦૩ સયું ૮૯૧૩ પાછળના ભાગે અથડાવી અકસ્માત કર્યેા હતો
જે અકસ્માતમાં કાર ચાલક અરવિંદભાઈ ઉડેચાને અને ફરિયાદીના મોટાભાઈ મહેશભાઈ અઘારા બંનેને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોધી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application