માધવપુર નજીક તેતરનો શિકાર કરનાર બે શિકારીઓ ઝડપાયા

  • March 24, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના માધવપુર વિસ્તારમાં તેતરનો શિકાર કરનારા રાતીયા ગામના બે શિકારીઓ સામે ગુનો નોંધીને વનવિભાગે ૪૦ હજાર ‚પિયાનો દંડ વસૂલ્યો છે
માધવપુરના આદેશ પેટ્રોલ પંપની સામેના રેવન્યુ વિસ્તારમાં તેતરના શિકાર કરનાર બે શખ્સોને ઝડપી પાડતો પોરબંદર વન વિભાગ
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોષી તથા ઇન્યાએ.સી.એફ. એસ.આર ભમ્મર ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ રેન્જની માધવપુર રાઉન્ડની રાતીયા બીટના આદેશ પેટ્રોલ પંપની સામેના રેન્વયુ વિસ્તારમાં તેતર નો શિકાર કરનાર બે શખ્સોને ૧ મૃત તેતર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો નોધી અને સદરહું ગુના અન્વયે આ ગુનો કરનાર બે હોમતદારો નિલેષ અરજન લાડક તથા પ્રતાપ લીલા સોલંકી રહે. રાતીયા ઘેડ વાળા પાસેથી રકમ ‚ા. ૪૦,૦૦૦/- પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application