ખંભાળીયા વિસ્તારમાં હાઇવે પર બે ઓટો રીક્ષા ચાલકો જોખમી સ્ટંટ કરતા હોય એવો વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થતા આ દિશામાં સ્થાનીક પોલીસે તપાસ કરીને બે શખ્સોને અટકમાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ દેવભુમી દ્વારકા જીલ્લામાં હાલમાં નજીકના સમયમાં લોકસભાની ચુંટણી આવનાર હોય અને આદર્શ આચર સંહીતા હોય જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક સુચના કરેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતીના માર્ગદર્શન મુજબ ખંભાળીયા પીઆઇ બી.જે. સરવૈયા દ્વારા મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં ઇન્સ્ટાગ્રામ પેઇઝ પર બે ઓટો રીક્ષા ચાલકો પોતાની રીક્ષાઓ પુરઝડપે અને બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી સ્ટંટ કરતા તથા મોતનો ખેલ કરતા હોય.
જે બનાવ ખંભાળીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દ્વારકાથી જામનગર જતા હાઇવે રોડ પર દાત્રાણા પાટીયાથી વડત્રા પાટીયા વચ્ચે બનેલ જેથી પીઆઇ સરવૈયા દ્વારા ફરીયાદ દાખલ કરી જીલ્લા ટ્રાફીક પીઆઇ વી.એમ. સોલંકી તથા સ્ટાફ સાથે મળી જરુરી વર્કઆઉટ કરી બંને રીક્ષા જીજે૧૦ટીઝેડ-૧૨૬૨, જીજે૧૦ટીઝેડ-૧૩૮૪વાળા સાજીદ આમદ માકોડા અને બસીર યુસુફ સમા રહે. બંને માજોઠીનગર, રેલ્વે સ્ટેશન પાછળ, જામનગરવાળાની અટકાત કરી, રીક્ષા પકડી પાડી કડક કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech