જામનગરમાં મોહનનગર આવાસ વિસ્તારમાં એક બ્લોકમાં સંતાડવામાં આવેલા ઇંગલિશના દારૂના જથ્થા અંગે બાતમી મળતા સીટી-એ ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો, જેમાં ઇંગ્લીશ દાના ૫૨૮ ચપટા સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.
જામનગરમાં મોહનનગર આવાસના બ્લોક નંબર ૧૦ના મકાન નંબર ૫૦૭માં રહેતા હિરેન્દ્ર ઉર્ફે હિરેન પ્રાગજીભાઈ ચુડાસમાના ભોગવટાના ફ્લેટમાં પોલીસે દરોડો પાડ્યો હતો, અને ફ્લેટમાંથી ૫૨૮ દારૂના ચપટા મળી આવ્યા હતા.
પોલીસે મકાનમાંથી હિરેન પ્રાગજી ચુડાસમા અને તેના એક સાગરીત રાજપાર્ક વિસ્તારમાં આદીત્યપાર્ક શેરી નં. ૧માં રહેતા વૈભવ રમેશભાઈ ચતવાણીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા એક લાખ પાંચ હજારની કિંમતનો ૫૨૮ નંગ નાની ઈંગ્લીશ દારૂ ની બાટલીનો જથ્થો અને મોબાઈલ મળી કુલ ૧.૨૦.૬૦૦નો મુદામાલ કબજે કરી લીધો હતો આ દરોડાની કાર્યવાહી સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડાની સુચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application