રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં સૌપ્રથમ વખત પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે રોલેક્ષ રિંગ્સ લિમિટેડ કંપનીના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલિટી ફંડના સહયોગથી વોર્ડ નં.૨માં અમરજીત નગરમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર નં.૬૮નું નિર્માણ કરાયું છે જેનું લોકાર્પણ આજે રોલેક્ષ રિંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર મનેશભાઇ માદેકાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.
સ્માર્ટ આંગણવાડી બનાવા માટે રાજકોટ સ્થિત રોલેક્ષ રીંગ્સ લિમિટેડ કંપની દ્વારા માતબર રકમનો આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવેલ છે. જેના સહયોગથી વોર્ડ નં.૨માં અમરજીતનગરમાં અદ્યતન સુવિધાઓ સાથેની આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવેલ. આ આંગણવાડી ૭૩૫ ચોરસ ફૂટ બાંધકામમાં બાળકોને બેસવા માટેનો હોલ,રસોડું, સ્ટોર રૂમ, વોશિંગ એરીયા, શૌચાલય, ૪૮૦ચોરસ ફૂટ કમ્પાઉન્ડ હોલની સુવિધા સાથે બાળકોને આકર્ષિત કરે તેવા બાલાની ગાઇડલાઇન મુજબના ભીંતચિત્રો, સ્માર્ટ ટીવી, ફર્નિચર,પંખા,લાઈટ, પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ, રમકડાં અને પોષણ વાટિકા જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગિન શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો સાથે સંકલન કરી લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જરૂરી સહયોગ પૂરો પાડવામાં તેમનો ખૂબ મોટો ફાળો રહેલ છે. રોલેક્સ રીંગ્સના મેનેજિંગ ડિરેક્ટર મનેશભાઈ માદેકાની સરાહનીય કામગીરી બદલ શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગિન શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા અને આઈ.સી.ડી.એસ.પરિવાર વતી તેમને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, રોલેક્ષ રીંગ્સ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર મનેશભાઈ માદેકા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઇ દવે, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગિન શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડ કોર્પોરેટર મીનાબા જાડેજા, વોર્ડ પ્રભારી કુલદીપસિંહ, વોર્ડ પ્રમુખ ભાવેશભાઇ ટોયટા, વોર્ડ મહામંત્રી ધૈર્યભાઇ પારેખ અને હર્ષવર્ધનભાઇ કહોર અને સીએસઆર ફંડ લેનાર ઘટક-૩ના બાળવિકાસ યોજના અધિકારી પૂજાબેન જોષી તથા આઈ.સી.ડી.એસ. વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech