મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાત્રીના સમયે ટ્રકના ડ્રાઇવરોને છરી બતાવી ડીઝલની લુટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બે આરોપીઓને .૧૦,૭૪,૮૫૦ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
રાજકોટ રહેતા સંજયભાઇ ગોવિંદભાઇ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે થોડા દિવસ પહેલા પોતાની મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડપર લાલપર ગામની સામે શ્રી હરી ચેમ્બર્સ, પટેલ વિહાર હોટલની બાજુમાં, વિજય ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે પાર્ક કરેલ ટ્રકના ડ્રાઇવરો ટ્રકમાં સુતા હતા ત્યારે એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં ત્રણ અજાણ્યા કચ્છીભાષા બોલતા શખ્સો આવી પોતાની ટ્રકોની ડીઝલની ટાંકીઓમાંથી ડીઝલ કાઢવા જતા ટ્રકના ડ્રાઇવરો જાગી જતા તેઓનો પ્રતિકાર કરતા આ અજાણ્યા શખ્સોએ છરી બતાવી ડરાવી ધમકાવી તેઓને ગાડીઓમાંથી આશરે ૫૫૦ લીટર ડીઝલની લુટ કરી તેમજ બીજા ટ્રાન્સપોર્ટ વાળા સાહેદોની ટ્રકોમાંથી પણ આવી જ રીતે છરીની અણીએ કુલ ડીઝલ લીટર–૭૫૦ કિ..૬૭૫૦૦– ની લુટ કરી નાશી ગયા અંગેનો ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતો.
મોરબી એલ.સી.બી. તથા પેરોલફર્લેા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનીકલ, હયુમન ઇન્ટેલીજન્સ તથા ખાનગી બાતમીદાર માધ્યમથી બાતમી મળેલ કે, આ ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકીના અમુક આરોપીઓ સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નંબર જીજે૧૨સીજી ૨૨૧૮ વાળીમાં મોરબી નઝરબાગ રોડ, રફાળેશ્વર ગામ જતા રસ્તા ઉપર આવેલ ઓમકેન કારખાના બહાર ઉભેલ હોવાની બાતમી મળેલ હોય જે હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બે ઇસમો આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા (ઉવ–૩૦) રહે.નાનાદીનારા, જામા મસ્જીદ પાસે, તા.જી.ભુજ કચ્છ તથા શીવકુમાર હરીસિંગ કરણ ઉવ–૩૦ રહે. હાલ જુના મકનસર, ધર્મમંગલ સોસાયટી, તા.જી.મોરબી મુળ રહે. ઓઝાગામ, તા.જી.ભીંડ મધ્યપ્રદેશવાળાને કુલ કિં . કુલ .૧૦,૭૪,૮૫૦– ના મુદામાલ સાથે પકડી પાડી તેઓની પુછપરછ કરતા તેઓએ આ લુટના ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપેલાની હકિકત જણાવતા તેઓ બન્નેને લુંટના ગુન્હામાં અટક કરી લુટનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તરફ સોપવામાં આવેલ છે. તેમજ અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા આરોપી હનીફ ઓસમાણ સમા, અબુબકર રમજાનભાઈ સમા રહે બંને મોટા દીનારા તા.જી. ભુજ કચ્છ તથા મજીદભાઇ તૈયબભાઇ સમા રહે.નાના દીનારા તા.જી.ભુજ કચ્છવાળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech