બીએસએનલએના મહિલા કર્મી સાથે ૫૫ લાખના ઓનલાઇન ફ્રોડમાં બે ઝડપાયા

  • March 21, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બીએસએનએલ મહિલા અધિકારી સાથે થયેલ રૂ.૫૫ લાખના ઓનલાઇન ફ્રોડના ગુનામાં બે આરોપીઓને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી લીધા હતાં. પોલીસે વિસાવદર પંથકના બે એકાઉન્ટ ધારકને પકડી લીધા બાદ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી.


બનાવ અંગે મોટી ટાંકી ચોક પાસે પંચનાથ પ્લોટ શેરી નં.૧૭ માં રહેતાં બેલાબેન સુરેશચંદ્ર વેદ્ય (ઉ.વ.૩૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ-અલગ અજાણ્યાં ૧૨ એકાઉન્ટ ધારકના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બીએસએનએલમાં જુનીયર ટેલીકોમ ઓફીસર તરીકે નોકરી કરે છે. ગઈ તા.૦૫/૦૫ ના તે ઘરે હતી ત્યારે તેમના ફેસબુકમાં એક સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરી ત્રણ મહિનામાં ૫૦૦ ટકા રીટર્ન મળશે. તેવી જાહેરાત જોયેલ હતી. તે લીંકમાં કલીક કરતા પ્રાઈમ વિ.આઈ.પી. બેંક નામના વોટ્સએપ ગ્રૂપમાં જોડાયેલ હતી. જેમાં ઘણા બધા વર્ચુઅલ નંબર એડ હતાં. જે ગ્રૂપમાંથી તેમને એક લીંક મળેલ હતી. જેમાંથી ફ્રેગએમવે નામની એપ્લીકેશન ઈન્સ્ટોલ થયેલ હતી. ગ્રુપમાંથી આઈ.ડી. પાસવર્ડ મળેલ હતા જેમાં લોગઈન કરતા શેરબજારમાં રોકાણ કરવા માટે અલગ વિભાગો હતા.બાદમાં રોકાણ કરાવી મહીલા સાથે ૫૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એસીપી સાયબર ક્રાઈમ પોલીસ કમીશ્નરશ્રીએસીપી સી.એમ.પટેલે નાગરીકો સાથે થયેલ સાયબર ફ્રોડના કીસ્સામા આરોપીઓને પકડી પાડવાની આપેલ સુચનાથી સાયબર ક્રાઇમ પીઆઈ જે.એમ કૈલા અને બી.બી. જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી આરોપી દિનેશ ઉર્ફે સતીશ રમેશ રાદડિયા (ઉવ,૩૯),(ધંધો- રત્નકલાકાર ,રહે, રામજી મંદીરની પાછળ ગામ મોટા ભલગામ, વિસાવદર) અને જેનીશ ઉર્ફે રવો ભાણકુ ગરણીયા (ઉવ.૨૮, ધંધો, રત્નકલાકાર ,રહે- ખોડીયાર નગર, ગામ કાલસારી, વિસાવદર) ને પકડી પાડ્યા હતાં.


વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી જેનિસના સંપર્કમાં મુખ્ય સૂત્રધાર આવ્યો હતો અને તેને રૂપીયા કમાવવાની લાલચ આપતાં જેનિષે તેના મિત્ર દિનેશને વાત કરી તેના એકાઉન્ટમાં રૂ.૪.૫૦ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. જે બાદ તેને તમામ રૂપીયા ઉપાડી લીધાં હતાં અને તે મામલે રૂ.૫ હજાર જેવું કમિશન મળ્યાની વાત કરી હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application