અમરેલીમાં સોની વેપારીને ખોટી સોનાની લગડી ધાબળી દઈ અને અસલી સોનાના દાગીના લઇ પલાયન થઇ જનાર રાજકોટના બે શખ્સોને અમરેલી સીટી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા બંને શખ્સો પાસેથી સોનાના મંગલ સૂત્રની બે સર કી.રૂ. 1 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ પશ્ચિમ બંગાળના કલકત્તાના અને હાલ અમરેલીના બટારવાડી, મદીના કોલોની સામે રહેતા અને ટાવર પાસે સોની કામની દુકાન ધરાવતા ચીમનભાઈ ધનજઈભાઈ બેરા (ઉ.વ.38)નામના વેપારી સાતેક દિવસ પહેલા દુકાને હતા ત્યારે આશરે ચાલીસ વર્ષનો શખ્સ દુકાને આવ્યો હતો અને વેપારીને બે મંગળસૂત્રની સર સોનાની બનાવવાની છે કહી ઓર્ડર આપ્યો હતો, વેપારીએ તેની પાસે સોનાની લગડી માગતા પોતે અત્યારે સાથે લાવ્યો નથી અને હાલ તમારા સોનામાંથી બનાવી આપો બાદમાં લેવા આવીશ ત્યારે સોનાની લગડી લેતો આવીશ તેમ વેપારીને વાત કરી વિશ્વાસમાં લઇ લીધા હતા. ઓર્ડર મુજબ મંગળસૂત્રની સર તૈયાર થઇ હતા વેપારીએ શખ્સને ફોન કરીને લઇ જવા માટે જણાવ્યું હતું. તા.30ના યુવક દુકાને આવ્યો હતો અને સોનાની લગડી જેવી ધાતુ આપી હતી. આથી વેપારી આ સાચું છે કે નહીં એ તપાસવા માટે અન્ય સોનીની દુકાને જતા આ લગડી ધાતુની હોવાનું જણાવતા વેપારી દુકાને પરત ફરતા શખસ સોનાની સર બે કી.રૂ.1 લાખની લઇ નાશી જતા વેપારી છેતરપીંડીનો ભોગ બનતા અંતે અમરેલી સીટી પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે શખ્સની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે રાજકોટના સોની બજારમાં ઇમિટેશનનું જોબવર્ક કામ કરતો અને દરબારગઢ પાસે રહેતો સંદિપ નરેન્દ્રભાઈ પારેખ અને તેનો સાથે સંડોવાયેલો રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ પીજીવીસીએલ સામે સરકારી આવાસ ક્વાર્ટરમાં રહેતો અને સોનીકામની મજૂરી કરતો મયુરપ્રદિપભાઇ મહેતાને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
આ કામગીરી અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચનાથી અમરેલી સીટી પીઆઇ કે.એલ.ખટાણાની રાહબરીમાં એએસઆઇ રમેશભાઇ માલકીયા, પો.કોન્સ. ચિંતનભાઈ મારૂ, વનરાજભાઇ માંજરીયા દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેર અને જિલ્લામાં આજે ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી
March 31, 2025 11:50 AMદેશી લુકમાં આરાધ્યા બચ્ચનનું સૌન્દર્ય જોઈ ફેન્સ આકર્ષિત
March 31, 2025 11:47 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
March 31, 2025 11:44 AMડંકી રૂટથી યુએસમાં માનવ તસ્કરી કરતા મુખ્ય આરોપીની ધરપકડ
March 31, 2025 11:43 AMખંભાળિયામાં રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
March 31, 2025 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech