BREAKING NEWS

રાજ્યના બે IAS અધિકારીઓની બદલી; રાજકોટના ટી. તીર્થાણી એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિયુક્ત

  • April 08, 2026 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં ફેરફાર કરતાં બે IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલી રહેલી વહીવટી પ્રક્રિયાઓના ભાગરૂપે આ આદેશો અમલી બનાવવામાં આવ્યા છે.​​​​​​​


અવની ચિત્તરંજન વોરા

ખેડા-નડિયાદના સુપરન્યુમરરી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા અવની વોરાની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સોંપાઈ છે. તેઓ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)માં પ્રોગ્રામ ઓફિસર (એડમિન) તરીકે જવાબદારી સંભાળશે. આ સાથે જ IAS અધિકારી પી.ડી. પલસાણાને આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.


ટેકચંદ ચત્રભુજ તીર્થાણી

વર્ષ 2021ની બેચના IAS અધિકારી અને રાજકોટના સુપરન્યુમરરી અધિક કલેક્ટર તરીકે કાર્યરત ટેકચંદ તીર્થાણીની પણ બદલી કરવામાં આવી છે. તેમને હવે ગાંધીનગર ખાતે અધિક ગ્રામીણ વિકાસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક થતા આઈ.એ.એસ. બી.એમ. પ્રજાપતિને આ પદના વધારાના ચાર્જમાંથી મુક્તિ મળી છે.

આ બદલીઓને પગલે વહીવટી સ્તરે ગ્રામીણ વિકાસ અને આરોગ્ય વિભાગની કામગીરીમાં ગતિ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News