કલ્યાણપુર બે સ્થળોએ જુગાર દરોડામાં બાર શખ્સો ઝડપાયા

  • September 19, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુરથી આશરે 13 કિલોમીટર દૂર કલ્યાણપુર ખાખરડા ગામ નજીક સરકારી ખરાબમાં બેસી અને મોડી રાત્રીના સમયે તીનપતિ નામનો જુગાર રમી રહેલા ગોપાલ કાના કણજારીયા, વિજય ટપુ કણજારીયા, નિતેશ ખીમા કણજારીયા, રણછોડ દામા નકુમ અને કરસન અરજણ ચોપડા નામના પાંચ શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 32,200 રોકડા તથા રૂપિયા 60 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 92,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન કેનેડી ગામનો પરબત છગન નકુમ અને સીદા રણમલ કણજારીયા નામના બે શખ્સો નાસી છૂટ્યા હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


અન્ય એક દરોડામાં કલ્યાણપુર પોલીસે લાંબા ગામમાં આહીર સમાજની વાડી પાસે રાત્રિના દોઢેક વાગ્યાના સમયે જુગાર દરોડો પાડી, લલિત નાથાભાઈ કાનાણી, જયેશ નટવરલાલ કાનાણી, મુરુ ભીમશીભાઈ ગોજીયા, મશરી ભીખુભાઈ ચેતરીયા સવદાસ સગાભાઈ રાવલિયા, કરસન રામા ગોજીયા અને હરદાસ જગાભાઈ રાવલીયા નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 15,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application