ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું વાર્ષિક કેલેન્ડર જાહેર, 80 દિવસની રજા, ફેબ્રુઆરીમાં લેવાશે બોર્ડની પરીક્ષા

  • July 05, 2024 11:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 80 દિવસની રજા જ્યારે ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ વિગતવાર.




ગુજરાત બોર્ડે દ્વારા  શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડરમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ કરવામાં આવી છે.




આ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું. જેમાં એચએસસી અને એસએસસીની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. તે પ્રમાણે 27 ફેબ્રુઆરી 2025 થી 13 માર્ચ 2025 વચ્ચે બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન છે.



આટલા દિવસની હશે રજા

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક કેલેન્ડર અંતર્ગત 21 દિવસનું દિવાળી વેકેશન ,ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. કુલ 80 દિવસની રજાઓ વિદ્યાર્થીઓને મળશે. ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષા સાત એપ્રિલથી શરૂ થશે અને 19 એપ્રિલ સુધી ચાલશે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application