BREAKING NEWS

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ખળભળાટ: બે મોટી ફેક્ટરીઓ 'પ્લેટીનિયમ' અને 'આર્ટ ટાઈલ' પર GST વિભાગના દરોડા

  • November 24, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિરામિક ઉદ્યોગના હબ ગણાતા મોરબીમાં આજે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વિભાગ દ્વારા બે અગ્રણી સિરામિક એકમો પર વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ટેક્સ ચોરી કે અન્ય ગેરરીતિઓના આક્ષેપોના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.


દસ્તાવેજો અને ડિજિટલ સાધનોની ચકાસણી
GST વિભાગની ટીમો દ્વારા જે બે સિરામિક એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં પ્લેટીનિયમ સિરામિક (Platinum Ceramic), આર્ટ ટાઈલ (Art Tile) નામની ફેક્ટરીઓનો સમાવેશ થાય છે. GSTની ટીમ દ્વારા હાલમાં આ સિરામિક એકમોમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરોડા દરમિયાન ટીમો દ્વારા કંપનીના તમામ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ડિજિટલ સાધનો (Digital Devices) ની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દરોડા ટેક્સ ક્રેડિટ અથવા બિલિંગમાં થયેલી ગેરરીતિઓને કારણે પાડવામાં આવ્યા હોવાની સંભાવના છે. આ દરોડાઓની અસર મોરબીના સમગ્ર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application