BREAKING NEWS

ટ્રમ્પ આવતા વર્ષે યોજાનારી જી20 સમિટમાં દક્ષિણ આફ્રિકાને નહી નોતરે

  • November 27, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકા પર પ્રહાર કરતા જાહેર કર્યું છે કે તેને મિયામીમાં યોજાનારી 2026 જી20 સમિટમાં સામેલ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા શ્વેત લોકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં ગોરા લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે અને તેમની જમીનો કબજે કરવામાં આવી રહી છે. અગાઉ, યુનાઇટેડ સ્ટેટ્સે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત જી20 સમિટમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. પરિણામે, જી20નમાં ટ્રમ્પની ખુરશી ખાલી રહી હતી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ડચ, ફ્રેન્ચ અને જર્મન વસાહતીઓના વંશજો સામે આફ્રિકામાં માનવાધિકાર ઉલ્લંઘન થઈ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું, "મેં કહ્યું છે કે દક્ષિણ આફ્રિકાને 2026 જી 20 સમિટમાં આમંત્રિત કરવામાં આવશે નહીં. આ સમિટ ફ્લોરિડાના મહાન શહેર મિયામીમાં યોજાશે. તેમણે ઉમેર્યું, "દક્ષિણ આફ્રિકાએ તેના કાર્યો દ્વારા દર્શાવ્યું છે કે તે જી 20 સભ્યપદ માટે અયોગ્ય છે." તેથી તેની બધી ચૂકવણી અને સબસિડી બંધ કરવામાં આવશે.

એ નોંધવું જોઈએ કે યુએસએ જોહાનિસબર્ગમાં આયોજિત જી -20 સમિટની ઘોષણાપત્ર પર પણ હસ્તાક્ષર કર્યા ન હતા. સોમવારે, યુએસએ જી-20 નું પ્રમુખપદ સંભાળ્યું. પરંપરાગત રીતે રાષ્ટ્રપતિપદ સોંપવા માટે લાકડાનો હથોડો આપવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે જોહાનિસબર્ગમાં યોજાયેલી જી-20 સમિટ મહત્વપૂર્ણ હતી. તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકા જી-20 માં સહયોગની ભાવનાથી કામ કરવા માંગે છે અને તેથી જ યુએસ રાજદૂતને રાષ્ટ્રપતિનું પ્રતીક સોંપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટી માહિતીના આધારે દક્ષિણ આફ્રિકા પર પ્રહાર કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application