અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક રહસ્યમય પોસ્ટ કરીને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. તેમણે લખ્યું છે કે, "આવતીકાલની રાત ખૂબ મોટી થવાની છે." આ પોસ્ટ બાદ અનેક અટકળો ચાલી રહી છે કે શું ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેના વિવાદનો બદલો લેવા જઈ રહ્યા છે? અથવા તો તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કોઈ મોટી જાહેરાત કરવાના છે?
ટ્રમ્પે આ પોસ્ટના એક કલાક પહેલાં બીજી એક પોસ્ટ પણ કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ જ એકમાત્ર રાષ્ટ્રપતિ છે જેમણે રશિયાને યુક્રેનની એક પણ જમીન આપી નથી. તેમણે ડેમોક્રેટ્સ પર ખોટા આરોપો લગાવવાનો પણ આરોપ મૂક્યો હતો.
ઝેલેન્સ્કી સાથે ઉગ્ર દલીલ:
શુક્રવારે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ઝેલેન્સ્કીએ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો અને પુતિનની ટીકા કરી હતી. આ ઘટના બાદ ટ્રમ્પે "કાલની રાત મોટી હશે" એવી પોસ્ટ કરી છે, જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે.
દુનિયાભરમાં ચર્ચાઓ:
ટ્રમ્પની આ પોસ્ટથી દુનિયાભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો માને છે કે ટ્રમ્પ યુક્રેન યુદ્ધમાં કોઈ નવો વળાંક લાવી શકે છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તેઓ કોઈ રાજકીય જાહેરાત કરી શકે છે. હાલમાં આ પોસ્ટનું રહસ્ય અકબંધ છે અને આવતીકાલની રાત સુધી રાહ જોવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech