ટ્રમ્પ બન્યા ટીકટોકર, એક સમયે કર્યેા હતો પ્રતિબંધ લગાવવા માટે પ્રયાસ

  • June 03, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેમસ વીડિયો શેરિંગ એપ ટીકટોક સાથે જોડાયા છે. તેણે ટીકટોક પર એક વીડિયો પણ શેર કર્યેા છે. આ એ જ પ્લેટફોર્મ છે જેના પર તેમણે એકવાર પ્રતિબધં લગાવવાનો પ્રયાસ કર્યેા હતો યારે તેઓ પ્રમુખ હતા. બે દિવસ પહેલા, તેઓ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ ભૂતપૂર્વ પ્રમુખ અને સંભવિત મુખ્ય પક્ષના નોમિની બન્યા હતા જેઓ ગુનાહિત આરોપો માટે દોષી સાબિત થયા હતા.

ટ્રમ્પનો આ વીડિયો શનિવારે રાતનો છે. જેમાં ન્યુ જર્સીના નેવાર્કમાં અલ્ટીમેટ ફાઈટીંગ ચેમ્પિયનશીપ ફાઈટમાં તે ફેન્સ માટે પોઝ આપતા હોય તેવા ફટેજ છે. વિડીયોમાં ટ્રમ્પે કહ્યું, 'આ સન્માનની વાત છે. આ એક સરસ વોક–આન હતું, નહીં?' રવિવારની સવાર સુધીમાં, ટ્રમ્પના પ્લેટફોર્મ પર ૧.૧ મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા અને પોસ્ટને ૧૦ લાખથી વધુ લાઈકસ અને ૨૪ મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા.

ટ્રમ્પના પ્રવકતા સ્ટીવન ચ્યુંગે પ્લેટફોર્મ પર જોડાવાના અભિયાનના નિર્ણય વિશે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ યગં ઓડિયન્સની કોન્સટન્ટ અકસેસનું રિપ્રેઝન્ટેશન છે જેઓ ટ્રમ્પ તરફી અને બિડેન વિરોધી કન્ટેન્ટ પસદં કરે છે. ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પના ટીકટોક અકાઉન્ટને લોન્ચ કરવા માટે યુએફસી ઈવેન્ટથી વધુ સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં, યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને હજારો ફેન્સએ તેમને ઉત્સાહિત કર્યા. હવે અમે કોઈ કસર છોડીશું નહીં. ડેમોક્રેટિક પ્રમુખ જો બાઈડને એપ્રિલમાં કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા જે યુ.એસ.માં ટીકટોક પર પ્રતિબધં મૂકી શકે છે, જો કે, તેમણે પણ ફેબ્રુઆરીમાં ઇનલુએન્સર્સ સાથે કામ કરવાનો પ્રયાસ કર્યેા હતો. ન્યૂ યોર્કમાં યુરીએ ગુવારે ટ્રમ્પને ૨૦૧૬ની ચૂંટણીને ગેરકાયદેસર રીતે પ્રભાવિત કરવાની યોજનાના ભાગ પે એક પોર્ન એકટરને કરવામાં આવેલી હશ મની છુપાવવાના આરોપોમાં દોષિત જાહેર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું છે કે તેણે કઈં ખોટું કયુ નથી અને ચુકાદા સામે અપીલ કરવાની યોજના ધરાવે છે. તેને ૧૧ જુલાઈએ સજા સંભળાવવામાં આવશે.
તેમના સમગ્ર કેમ્પેઇન દરમિયાન, ટ્રમ્પ યુવા લોકો અને લઘુમતી મતદારો, ખાસ કરીને લેટિનો અને બ્લેક પીપલ સાથે જોડાવા માટેના વ્યાપક પ્રયાસનો કરી રહ્યા છે. બેઇજિંગ સ્થિત બાઈટડાન્સની માલિકીની ટીકટોકએ સંભવિત મતદારો સુધી પહોંચવાની બીજી તક છે. આ પ્લેટફોર્મના યુ.એસ.માં લગભગ ૧૭૦ મિલિયન યુઝર્સ છે, જેમાંથી મોટા ભાગના યગં જનરેશનના છે. રાષ્ટ્ર્રપતિ તરીકે, ટ્રમ્પે એક એકિઝકયુટિવ ઓર્ડર દ્રારા ટીકટોક પર પ્રતિબધં લગાવવાનો પ્રયાસ કર્યેા હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ચીનની કંપનીઓ દ્રારા વિકસિત અને માલિકીની મોબાઇલ એપ્લિકેશનનો યુએસમાં ફેલાવો રાષ્ટ્ર્રીય સુરક્ષા માટે ખતરો છે. ટીકટોક દ્રારા કેસ દાખલ કર્યા પછી અદાલતોએ કાર્યવાહી અટકાવી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application