અમેરિકાના નવા ચૂંટાયેલા ૪૭માં રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની કેબિનેટ અને સલાહકારોની નિમણૂકમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લઈ રહ્યા છે. તેમના લાંબા સમયના સલાહકાર સ્ટીફન મિલરની તેમના વહીવટમાં નીતિના નાયબ વડા તરીકે નિમણૂક એ મુખ્ય નિર્ણયોમાંનો એક છે. મિલર ઈમિગ્રેશન મામલાઓ પર તેમના કટ્ટરપંથી વિચાર અને એચ–૧બી વિઝા વિરોધી વલણ માટે જાણીતા છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે ટ્રમ્પનું પગલું અમેરિકામાં કામ કરતા ભારતીય સોટવેર એન્જિનિયરો માટે નવા પડકારો ઉભી કરી શકે છે.
મિલર લાંબા સમયથી એચ–૧બી વિઝા પર કડક વલણ ધરાવે છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, તેમણે ઇમિગ્રેશન નીતિઓ પરના કડક નિર્ણયોને સમર્થન આપ્યું હતું. તેમનો અભિગમ ખાસ કરીને ઉચ્ચ–કુશળ વિદેશી વ્યાવસાયિકો અને આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓ પર કેન્દ્રિત છે જેઓ નોકરી મેળવવા અને યુએસમાં કાયમી ધોરણે રહેવા માટે એચ–૧બી વિઝાનો ઉપયોગ કરે છે. ભારતીય નાગરિકો એચ–૧બી વિઝાની સૌથી મોટી લાભાર્થી શ્રેણી છે અને જો મિલરની નીતિઓ લાગુ કરવામાં આવે તો તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. એચ–૧બી વિઝા માટે યોગ્યતાના માપદંડોને કડક કરવાથી ભારતીય વ્યાવસાયિકોની અરજીઓમાં અસ્વીકાર દર વધી શકે છે. આ સિવાય એચ–૧બી પદો માટે લઘુત્તમ પગાર મર્યાદા વધારવામાં આવી શકે છે, જેના કારણે અમેરિકન કંપનીઓ માટે ભારતીય ટેકનિકલ કામદારોની ભરતી કરવી મોંઘી અને મુશ્કેલ બની શકે છે. જયારે એચ–૧બી વિઝાના દસ્તાવેજીકરણ અને વેરિફિકેશન પ્રક્રિયામાં વધારો થવાને કારણે, વિઝા પ્રોસેસિંગનો સમય લાંબો થઈ શકે છે, જેના કારણે ભારતીય વ્યાવસાયિકોને વિઝા મંજૂરીમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. સતત વધતા નિયંત્રણો ભારતીય વ્યાવસાયિકો માટે યુએસમાં લાંબા ગાળાની કારકિર્દી અને કાયમી નિવાસની તકો ઘટાડી શકે છે.
ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશી નાગરિકો માટે લાંબા સમય સુધી યુએસમાં કામ કરવા માટે એચ–૧બી વિઝા એકમાત્ર વ્યવહા માર્ગ છે. ખાસ કરીને ભારતીય સોટવેર એન્જિનિયરો અને આઈટી પ્રોફેશનલ્સ માટે, આ વિઝા માત્ર તેમને અમેરિકામાં રોજગારીની તક જ નહીં આપે પરંતુ કાયમી નિવાસ માટેનું એક શકિતશાળી માધ્યમ પણ છે. ટ્રમ્પ વહીવટીતંત્રની સંભવિત નીતિઓ હેઠળ એચ–૧બી વિઝા પ્રોગ્રામ પરના વધતા નિયંત્રણો ભારતીય વ્યાવસાયિકો માટે યુએસમાં નોકરીની તકોને મર્યાદિત કરી શકે છે અને તેમની કારકિર્દી પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application13 ફેબ્રુઆરીએ થઈ શકે છે પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત: સૂત્રો
February 03, 2025 10:52 PMટ્રમ્પ મેક્સિકો પ્રત્યે નરમ પડ્યા! ટેરિફ એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો
February 03, 2025 10:50 PMસુરતમાં લગ્નમાં જમવાનું ઓછું પડતાં જાન પાછી ફરી, પોલીસે કરાવ્યું સમાધાન
February 03, 2025 10:03 PMલોકસાહિત્યના સમ્રાટ ભીખુદાન ગઢવીએ લોકડાયરાને જાહેર પ્રોગ્રામમાં જાહેર કરી નિવૃતી
February 03, 2025 10:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech