ગુરુવારે કેનેડાની સંસદમાં વિપક્ષી નેતાઓએ ભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવવા બદલ ટ્રુડોની નિંદા કરી, તેમના અંગ્રેજીની મજાક ઉડાવી અને કહ્યું - તે ફક્ત તોડી શકે છે, તે જોડી નથી શકતા. ટ્રુડો ઈમિગ્રેશનને લઈને વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર કેનેડિયન સંસદમાં તેમની સરકારનો બચાવ કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન એક શબ્દના કારણે વિપક્ષી નેતાઓએ તેમના પર નિશાન સાધ્યું હતું.
સરકારની આર્થિક નીતિઓનો બચાવ કરતા ટ્રુડોએ કહ્યું કે ફરી એકવાર આપણે જોઈ શકીએ છીએ કે વિપક્ષના નેતા કેનેડાના brokenist વિઝન પર આગ્રહ કરી રહ્યા છે, જે વાસ્તવિકતાથી દૂર છે. તેના પર કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે તરત જ ઊભા થઈને રાડો પડવાનું શરૂ કર્યું કે brokenist... આવો તો કોઈ શબ્દ પણ નથી. તે (ટ્રુડો) અંગ્રેજી ભાષાને પણ તોડી-મરોડી રહ્યા છે. આટલું બોલતાની સાથે જ સંસદમાં વિપક્ષના સાંસદો જોર જોરથી હસવા લાગ્યા.
પોઈલીવરે કહ્યું કે ટ્રુડોએ જે તોડ્યું છે, તે તેને સુધારી પણ શકતા નથી કારણ કે તે પોતાની પાર્ટી સાથે લડાઈમાં વ્યસ્ત છે. ટ્રુડોએ ઈમિગ્રેશન, હાઉસિંગ અને અન્ય મહત્વની બાબતોમાં જે નુકસાન કર્યું છે તેને તે હવે પૂર્વવત્ કરી શકશે નહીં. કારણ કે તે પોતે જ પોતાની પાર્ટીથી ઘેરાયેલા છે.
ટ્રુડોએ ગયા વર્ષે સંસદમાં પહેલીવાર ભારત પર આરોપ લગાવ્યો હતો
ગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું હતું કે ભારત નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાને સહયોગ કરી રહ્યું છે.
ગયા વર્ષે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી
ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો.
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.
જ્યારે ટ્રુડો 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી, જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 2010માં પટિયાલામાં એક મંદિરની બહાર બોમ્બ વિસ્ફોટમાં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. હિંસા ભડકાવવા અને આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા સહિતના અનેક કેસમાં પોલીસ તેને શોધી રહી હતી.
ભારતે હરદીપ સિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech