વૃક્ષોને પણ મળે છે પેન્શન....હરિયાણા સરકાર 75 વર્ષથી વધુ જૂના વૃક્ષોને આપે છે વાર્ષિક 2500 રૂપિયા

  • January 03, 2023 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteam
વ્રુક્ષોને બચવવા માટે હરિયાણા સરકારે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.હરિયાણા સરકાર 75 વર્ષથી વધુ જૂના વૃક્ષોને વાર્ષિક 2500 રૂપિયા પેન્શન આપે છે. આ પેન્શન રાજ્ય સરકારની પ્રાણ વાયુ દેવતા યોજનાના આધારે આપવામાં આવે છે. આ યોજના ખટ્ટર સરકાર દ્વારા વર્ષ 2021 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના નાના અને જમીન વિહોણા ખેડૂતોને લાભ આપવા લાવવામાં આવી છે. 75 વર્ષથી વધુ જૂના વૃક્ષોની સંભાળ રાખનારને વાર્ષિક 2500 રૂપિયા પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી વૃક્ષો કાપવાનું બંધ થશે. પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે.

હરિયાણા સહિત અનેક રાજ્યોમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર બની રહી છે ત્યારે આવી યોજના ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે જો વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મુકવામાં આવશે તો હવાની ગુણવત્તા આપોઆપ સુધરશે.રસ ધરાવનાર વ્યક્તિ અને ખેડૂત તેમના જિલ્લાની વન વિભાગની કચેરીમાં જઈને અરજી કરી શકે છે. માત્ર શરત એ છે કે વૃક્ષ 75 વર્ષ કે તેથી વધુ હોવું જોઈએ.પર્યાવરણને સુધારવા માટે સરકાર વૃક્ષારોપણના કાર્યક્રમો પર પણ ભાર આપી રહી છે. જો કે, જે છોડ દર વર્ષે વાવવામાં આવે છે તે ઉગાડવામાં ઘણો સમય લે છે.જૂના વૃક્ષોના તંદુરસ્ત થડના સારા ભાવ મળે છે, ઘણીવાર ખેડૂતો તેને કાપીને કેટલાક પૈસા માટે વેચે છે. પ્રાણ વાયુ દેવતા યોજનાની મદદથી વૃક્ષો કાપવાનું બંધ કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application