ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે બેલડીની ૧૧ લાખની છેતરપિંડી

  • January 18, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના સરસ્વતી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે રાજસ્થાની બેલડીએ બે બસના સોદાના બહાને પિયા ૧૧ લાખની છેતરપિંડી કરી હોવા અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બસનો સોદો નક્કી થયા બાદ ટ્રાવેલ્સના ધંધાર્થીએ પિયા એક લાખ સુથી પેટે અને દસ લાખ આંગડિયા મારફત મોકલ્યા હતા. પરંતુ ત્યારબાદ આ બંને બસ વેચાઈ ગઈ હોવાનું કહી આ બંને શખસોએ હાથ ઐંચા કરી દીધા હતા જેથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં હરિદ્રાર રોડ પર સુખરામનગર–૬ માં રહેતા અને છેલ્લા ૩૦ વર્ષથી ગ્રીનલેન્ડ ચોકડીએ સરસ્વતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ટ્રાવેલિંગનો વ્યવસાય કરનાર ગજાનંદભાઈ પ્રભુદાસભાઈ ખરસાણી (ઉ.વ ૫૩) દ્રારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજસ્થાનના ગંગાનગરમાં રહેતા જીતુ રાઠોડ અને જયપુરમાં રહેતા આકાશ બલાનાના નામ આપ્યા છે. ગજાનંદભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પાસે હાલ ત્રણ બસ છે.
ગઇ તા. ૨૫૧૦ ના સાંજના સમયે તેઓ ફેસબુક જોતા હતા ત્યારે એક જાહેરાત જોઈ હતી જેમાં જૂની બસ વેચવા માટે લખ્યું હતું જેથી તેમણે આપેલ નંબરમાં ફોન કરતા જીતુ રાઠોડ નામના શખસે ફોન ઉપાડો હતો અને કહ્યું હતું કે, મારી પાસે છ સાત જુની બસ છે ત્યારબાદ વોટસએપમાં ફોટા મોકલ્યા હતા. બસ જોવા માટે તેણે જયપુર આવવાનું કહ્યું હતું. જેથી ગત તારીખ ૪૧૧ ના રોજ ફરિયાદી તેના મિત્ર રામભાઈ તથા પરેશભાઈ સાથે અહીં જયપુર બસ જોવા માટે ગયા હતા. યાં બે બસ પસદં પડી હતી અને તે ખરીદવા માટે કોની સાથે સોદો કરવાનો તેવું જીતુભાઈને કહેતા તેણે કહ્યું હતું કે, તમને ફોનમાં એક લોકેશન મોકલું છું તમે સોદો કરી લેજો મારી દલાલી પિયા ૨૦,૦૦૦ થશે. ત્યારબાદ આપેલ લોકેશન મુજબ ફરિયાદી જવાહરનગર જયપુરમાં ગયા હતા ત્યાં ઓફિસમાં આકાશ બલાના તથા બીજો સ્ટાફ હાજર હોય આકાશભાઈ સાથે બંને બસ બાબતે વાતચીત કરતા . ૨૧.૮૦ લાખમાં આ બંને બસનો સોદો નક્કી થયો હતો અને સૌથી પેટે .૧ લાખ રોકડા આપ્યા હતા.
બસ બહારના રાયની હોય જેથી એનઓસી માટે સમય લાગે તેમ હોય એનઓસી મળી ગયા બાદ રકમ ચૂકવવાનું નક્કી થયું હતું.
ગઇ તા.૧૬૧૧ ના ફરિયાદીને જીતુનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બાકી રહેતા પેમેન્ટમાંથી ૫૦ ટકા પેમેન્ટ કરી આપો એનઓસી બે દિવસમાં આવી જશે. જેથી ફરિયાદીએ તારીખ ૨૦૧૧ ના જીતુએ આપેલ નંબર મુજબ એમ.એમ.આંગડિયા(કુવાડવા) મારફત .૧૦ લાખનું પેમેન્ટ કરાવ્યું હતું બાદમાં જીતુને ફોન કરતા તેણે પૈસા મળી ગયાની વાત કરી હતી અને બસની એનઓસી તારીખ ૨૨૧૧ ના મળી જશે તેમ કહ્યું હતું. ત્યારબાદ તા. ૨૬૧૧ ના ફરિયાદીના મિત્ર રામભાઈએ આ જીતુને ફોન કરતા બસ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, હત્પં પૂછીને જણાવું બાદમાં જીતુએ કહ્યું હતું કે, બંને બસ વેચાઈ ગઈ છે. જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, બસના પૈસા તો મોકલી આપ્યા છે છતાં કેમ વેચાઈ ગઈ તો જીતુએ કહ્યું હતું કે, આંગડીયા પેઢીમાંથી પૈસા મળ્યા નથી. જેથી ફરિયાદીએ એચ.એમ. આંગડિયા પેઢીમાં જઈ તપાસ કરતા પૈસા મળી ગયા હોવાનું માલુમ પડું હતું. ત્યારબાદ જીતુ તથા આકાશ બંને ફોન ઉપાડતા ના હોય ફરિયાદી તથા રામભાઈ અને તેમના ડ્રાઇવર મોહિતભાઈ ત્રણે રાજસ્થાન ગયા હતા. યાં તા. ૨૩૧૨ ના આકાશ બલાનાને મળતા તેણે કહ્યું હતું કે, અમને કોઈ આંગડીયુ મળ્યું નથી અને તમારો કોઈ જવાબ આવ્યો ન હોય જેથી અમે બંને બસ વેચી નાખી છે અને તમે આપેલા એક લાખ હત્પં તમને ચાર દિવસમાં પરત આપી દઈશ.
ત્યારબાદ ફરિયાદી અહીં રાજસ્થાનમાં આંગડિયા પેઢીમાં સીસીટીવી ફટેજ ચેક કરતા ૧૦ લાખનો આંગડીયુ લેવા આવનાર વ્યકિતનો મોબાઇલમાં રેકોડિગ કરી આકાશને બતાવતા તેણે કહ્યું હતું આ જીતુ રાઠોડ છે અને તે તમારા દસ લાખ લઈ ગયો છે. ત્યારબાદ તેઓ જયપુરથી પરત આવી ગયા હતા અને જીતુને ફોન કરતા તે ફોન ઉપાડતો ન હોય તેમજ આકાશ પણ પિયા ૧ લાખ પરત આપતો ન હોય અંતે ફરિયાદીએ આ મામલે આ બંને શખસો વિદ્ધ તેમની સાથે થયેલી પિયા ૧૧ લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application