જામનગરના વરીષ્ટ રાજકારણી, પુર્વ કેબીનેટ મંત્રી, જામખંભાળીયાના ધારાસભ્ય મુળુભાઇ બેરાના માતૃશ્રીનું જેૈફ વયે દુ:ખદ નિધન થતા ભાણવડ પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે, ગઇ સાંજે સદગતના નિવાસ સ્થાન માનપર ખાતેથી અંતિમ યાત્રા નિકળી હતી જેમાં રાજકારણીઓ તથા દરકે સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, શનિવારે ભાણવડ ખાતે સર્વગસ્થનું બેસણુ છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના હેડકર્વાટર ખંભાળીયાના ધારાસભ્ય મુળુભાઇ બેરાના માનપર ખાતે રહેતા માતૃશ્રી અમરીબેન હરદાસભાઇ બેરા(ઉ.૮૨)નું ગઇ કાલે બપોર બાદ દુ:ખદ નિધન થયું હતું, સાંજે ૫.૩૦ કલાકે ભાણવડના માનપર ખાતેથી સર્વગસ્થની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં ભગ્નહદયે પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, ધીરૂભાઇ બેરા સહિતનો સમગ્ર બેરા પરીવાર, હાલારના રાજકારણીઓ, આહિર સમાજના અગ્રણીઓ અને તમામ સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાંજે અગ્નીદાહ આપવામાં આવ્યો હતો.
સર્વગસ્થનું બેસણુ ભાણવડ ખાતે આગામી ૧૩/૧૨/૨૦૨૫ શનિવારના રોજ બપોરના ૩ થી ૫ આહિર સમાજની વાડી ખાતે રાખવામાં આવેલ છે.