બોલેરોમાં શાકભાજીના ખાલી કેરેટ નીચે દાની હેરફેરનો એલસીબી ઝોન–૧ ની ટીમે પર્દાફાશ કર્યેા છે.પોલીસે જુના માર્કેટિંગ યાર્ડ પાસે બોલેરોમાં .૧.૮૪ લાખના દા સાથે બે શખસોને ઝડપી લીધા હતાં.આ શખસો અગાઉ એક વખત ખેપ મારી આવ્યા બાદ બીજી વખત દાની ખેપ મારવા જતા પોલીસની ઝપટે ચડી ગયા હતાં.
એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી. વી. બોરીસાગર અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન કોન્સ. રવિરાજભાઇ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતાં જુના માર્કેટ યાર્ડ પાસે જીજે૧૧ટીટી–૫૧૩૦ નંબરની બોલેરો પીકઅપ ગાડી નીકળતાં તેને આંતરી તલાસી લેતાં ઠાઠામાં શાકભાજીના ખાલી કેરેટ જોવા મળ્યા હતાં. આવા ત્રીસ કેરેટ દૂર હટાવતાં નીચેથી ા. ૭૬૮૦૦ના ૧૮૦ એમએલના વોડકાના ૭૬૮ ચપલા તથા ા. ૧,૦૮,૦૦૦ની ઓફિસર ચોઇસની ૭૫૦ એમએલની ૨૧૬ બોટલો મળી આવતાં કબ્જે કરી હતી.
પોલીસે ચાલક અને સાથેના શખ્સની પુછતાછ કરતાં પોતાના નામ વસીમ સિકંદરભાઇ દાવાલા (ઉ.વ.૨૭–રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર–૬૧૪, પરાપીપળીયા જામનગર રોડ) તથા ઇદ્રીશ ઉર્ફ મયુર અયુબખાન જલવાણી (ઉ.વ.૩૭–હાથીખાના–૧૭, કુંભારાવાડા મેઇન રોડ) જણાવતાં બંનેને પકડી લઇ દા, ગાડી, મોબાઇલ, શાકભાજીના કેરેટ સહિત .૪,૯૮,૩૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસે પુછતાછ કરતા આરોપીઓએ એવું રટણ કયુ હતું કે, રાજસ્થાન બોર્ડર નજીક રાધનપુર ખાતે ખાલી ગાડી અને કેરેટ લઇને જતાં ત્યાંનો એક જયુ નામનો શખસ આ ખાલી ગાડી લઇ જતો હતો અને દા ભરીને પાછી આપતો હતો. અગાઉ પણ આ રીતે એક ખેપ મારી હોવાનું બંનેએ રટણ કર્યુ હતું. જો કે બીજી ખેપમાં દા રાજકોટ પહોંચાડી છુટક વેંચાણ કરે એ પહેલા પોલીસે દબોચી લીધા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech