જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં સતત બીજા દિવસે પ્રવાસીઓનો ધસારો

  • September 30, 2023 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શનિ–રવિ શાળાના બાળકો સિવાયના જનરલ લોકોને પ્રવેશ અપાશે શાળાના બાળકો માટે ૨ ઓકટોબરે નિશુલ્ક પ્રવેશ અપાશે) જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવતા બે ઓકટોબર સુધી પ્રવાસીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેને લઇ  આજે બીજા દિવસે પણ સવારથી જ પ્રવાસીઓ ઉપરકોટની મુલાકાત લેવા કતારો માં ઉભેલા જોવા મળી રહ્યા છે. પ્રથમ દિવસે નાના બાળકોથી લઇ ગયો વૃદ્ધો મળી ૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ ઉપરકોટની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં શાળાના બાળકો  પણ સ્પેશિયલ ટૂર દ્રારા ઉપરકોટની મુલાકાતે આવતા હોવાથી બાળકોને મુશ્કેલી ન સર્જાય તે માટે સવાણી કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્રારા શાળાના બાળકો માટે ૨ ઓકટોબરે નિશુલ્ક પ્રવેશ આપવા નો નિર્ણય લેવામાં આવ્યો છે. સવાણી કન્ઝર્વેશન ટ્રસ્ટના રામભાઈ સવાણીના જણાવ્યા મુજબ  શનિ રવિ બે દિવસ દરમિયાન શાળાના બાળકો સિવાય તમામ પ્રજાજનોને ઉપરકોટમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. યારે બે ઓકટોબરે શાળાના બાળકોને જ પ્રવેશ આપવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે ૨ ઓકટોબર સુધી ઉપરકોટમાં નિશુલ્ક પ્રવેશ હોવાથી સવારથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપરકોટ નિહાળવા ઊમટી રહ્યા છે. ઉપરકોટમાં પ્રવેશ માટે જાણે કે મેળા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નાના બાળકોથી લઇ વયોવૃદ્ધો દ્રારા ઉપરકોટના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોને નિહાળી રોમાંચિત થયા હતા. અનાજના ભંડારો, નવઘણ કુવો, અડી કડી વાવ, રાણકદેવીના મહેલ, પ્રાચીન તોપો નિહાળી પ્રવાસીઓ આનંદિત થયા હતા અને સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લેવા લોકો ની વધુ ભીડ જોવા મળી હતી. ઉપરકોટમાં હજારો પ્રવાસીઓના આગમનને લઈ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન ટ્રસ્ટના રામભાઈ સવાણી અને રાજેશભાઈના માર્ગદર્શન નીચે વિવિધ વિસ્તારો પાસે ગાર્ડ પણ રાખવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગપે પોલીસ વિભાગ દ્રારા ઉપરકોટ ની અંદર વિવિધ સ્થળો પાસે ૧૫ થી વધુ કર્મીઓ ખડે પગે રાખવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application