વિશ્ર્વભરમાં મિત્રતા દર્શાવતા એકમાત્ર સુદામા મંદિરે પ્રવાસીઓ અને યાત્રાળુઓની ભીડ વધી છે ત્યારે આ મંદિરના વિકાસ માટે નકકર પગલા ભરવા જરી બન્યા છે.
યાત્રાધામ સુદામાપુરીના સુદામા મંદિરે હાલમાં નવેમ્બર-ડિસેમ્બરના દિવસોમાં યાત્રાળુ બસો ઉપરાંત શાળાકીય પ્રવાસો પણ આવતા હોય છે ત્યારે આ ઐતિહાસિક ધાર્મિકસ્થાનક વિષે લોકોને જાણકારી આપવામાં આવે છે.પોરબંદરનો પહેલો અધ્યાય સુદામાથી શ થઇ અનેક સંતો-મહંતો અને કવિકલાકારોને ઉછેરતો-પોષતો પરાકાષ્ઠા પામે છે. સ્કંદપુરાણ સુદામાની કથા કહી જાય છે.
અસ્માવતી નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં સોમશર્મા નામના ભૃગુવંશી ગૃહસ્થને ઘેર સુદામા નામના પુત્રરત્નનો જન્મ, અભ્યાસઅર્થે દૂર ભરતખંડ મધ્યે આવેલા સાન્દીપનિ આશ્રમમાં પ્રયાણ, મથુરાથી આવેલા કૃષ્ણ-બલરામની સાથે સાન્દીપનિ ઋષિના આશ્રમમાં પ્રયાણ સાથે આશ્રમમાં મૈત્રી, પાછા ફરવું, ઘરની ગરીબ સ્થિતિ અને પત્ની પ્રેર્યા કૃષ્ણ યાચવા દ્વારકાગમન અને અસ્માવતી તટનું આ નાનકડુ જનપદ સમૃધ્ધિથી છલકતું ‘સુદામાપુરી’ બની રહ્યું. ‘સુદામાપુરી’નો વાંગમય ઉલ્લેખ પણ એટલો જૂનો નથી અને શીલાલેખમાં ‘સુદામાપુરી તો છેક સંવંત ૧૮૯૩ના અહીંના બહુચર માતાના સ્થાનમાં આવેલા માન સરોવર કુંડના શીલાલેખમાં મળે છે.
પોરબંદરમાં સુદામાચોકમાં સુદામામંદિર આવેલુ છે. આ મંદિર કૃષ્ણ અને સુદામાની મિત્રતાનું મંદિર છે. મંદિરની અંદર પ્રવેશતા લખચોરાસી એટલે ભુલભુલામણીની પરિક્રમા કરવાથી પાપોનો નાશ થાય છે. દ્વારકા જતા યાત્રાળુ પોતાની યાત્રા પૂર્ણ કરવા માટે સુદામા મંદિર આવે છે. મંદિરની અંદર પ્રાચીન કુંડ આવેલુ છે. જેને સુદામાકુંડ પણ કહેવામાં આવે છે. સુદામા મંદિરની અંદર સુદામાજી તેમની ધર્મપત્ની સુશીલા અને રાધાકૃષ્ણની મૂર્તિ જોવા મળે છે. મંદિરનું પુન: નિર્માણ રાજા ભાવસિંહજીએ કર્યુ હતું. તેમજ શ્રીકૃષ્ણ અને સુદામાજીના મિલનની પ્રતિમા જોવા મળે છે.
ત્યાં મંદિરની પાછળ ચામુંડા માતાજીનું મંદિર પણ આવેલુ છે. રાજસ્થાનમાં અમુક ગામોમાં જ્યાં સુધી નવવિવાહિત ચારધામની યાત્રા પૂર્ણ કરીને સુદામા મંદિરે ન આવે ત્યાં સુધી તેમના લગ્ન માન્ય ગણવામાં આવતા નથી. વિશ્ર્વમાં પોરબંદરમાં આવેલું ‘સુદામા મંદિર’ મિત્રતા દર્શાવતુ એકમાત્ર મંદિર છે.
પોરબંદરના આ સુદામા મંદિરનું સંચાલન મામલતદાર હસ્તક છે તેથી તેના નવીનીકરણ ઉપરાંત માળખાકીય સુવિધાઓ વધારવા માટે સરકાર ગંભીર બને તે જરી છે. વિવિધ પ્રવાસનસ્થળોનો વિકાસ કરવામાં આવે છે તે અંતર્ગત આ સુદામા મંદિરનો પણ વિકાસ કરવો જોઇએ. તે પ્રકારની લાગણી અહીં આવતા યાત્રાળુઓ પણ વ્યકત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech