બેતમાં કરવામાં આવેલા ડ્રોન હત્પમલામાં હમાસના ટોચના અધિકારી સાલેહનું મોત થયું છે.લેબનોનના વડાપ્રધાન નજીબ મિકાતીએ બેતમાં કરવમાં આવેલા વિસ્ફોટ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું હતું કે , સાલેહ અરોરીની હત્યાનો હેતુ લેબનોનના દક્ષિણ ભાગોમાં ચાલી રહેલા હત્પમલાઓમાં સામેલ કરવાનો હતો.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાહના ટેલિવિઝન સ્ટેશને જણાવ્યું હતું કે બેતના દક્ષિણમાં એક વિસ્ફોટમાં સાલેહનું મોત થયું છે. રિપોર્ટ અનુસાર, દક્ષિણ બેતમાં સાલેહ અરોરી પર ડ્રોન હત્પમલો થયો હતો.}
અલ ઝઝીરાના અહેવાલ મુજબ, સાલેહ અરોરી હમાસના રાજકીય બ્યુરોના નાયબ વડા હતા અને પેલેસ્ટિનિયન જૂથની સશક્ર પાંખ કાસમ બ્રિગેડના સ્થાપકોમાંના એક હતા. તેમનો જન્મ ૧૯૬૬માં વેસ્ટ બેન્કમાં થયો હતો. ઇઝરાયલની જેલમાં ૧૫ વર્ષ વિતાવ્યા બાદ સાલેહ અરોરી લાંબા સમયથી લેબનોનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા હતા.
ગયા વર્ષે ઓકટોબરમાં ઇઝરાયલની સેનાએ તેનું ઘર તોડી પાડું હતું. યુએસ સરકારે તેને ૨૦૧૫ માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યેા હતો અને તેના વિશે માહિતી આપનારને ૫ મિલિયન ડોલરનું ઈનામ જાહેર કયુ હતું.હિઝબુલ્લાહ અને પેલેસ્ટિનિયન જૂથો બેતના દક્ષિણ વિસ્તારમાં સક્રિય છે. હમાસની ઓફિસ પણ ત્યાં છે. અલઝઝીરાના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે લેબનોનમાં થયેલી હત્યાઓ અંગે ઈઝરાયલને અગાઉથી ચેતવણી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech