BREAKING NEWS

આવતીકાલે મોચી સમાજ દ્વારા સંત લાલાબાપાનો ૮૫મો પૂણ્યતિથિ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

  • April 08, 2026 07:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ : સંત શિરોમણી ભક્તરાજ સંત લાલાબાપાની ૮૫મી પૂણ્યતિથિ નિમિત્તે સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ, રાજકોટ શહેર દ્વારા એક મહોત્સવનું જાહેર આયોજન કરવામાં આવ્યું છે. 
આ ભક્તિમય મહોત્સવનું આયોજન આવતીકાલ તા. ૯-૪-૨૦૨૬, ગુ‚વારના રોજ કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો સમય સાંજે ૫.૦૦થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ પ્રસંગને અનુ‚પ લાલાબાપા ધામ ગોલ્ડન પેટલ પાર્ટી લોન્સ, અયોધ્યા ચોક, સિનર્જી હોસ્પિટલ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સ્ટેજ અને બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. કાર્યક્રમની શ‚આત શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપ પ્રાગટ્યથી થશે, ત્યારબાદ ગગનભેદી નાદ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે જાણીતા કલાકારો દ્વારા સંતવાણીની રમઝટ બોલાવવામાં આવશે. જેમાં ભક્તો-સંતોના ભજનોમાં લીન થશે. કાર્યક્રમના અંતે તમામ પધારેલા ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પ્રસંગ દરમિયાન જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર સમસ્ત મોચી સમાજને તેમના નવા પ્રમુખ મળશે. નવા નેતૃત્વની જાહેરાત આ મંચ પરથી કરવામાં આવશે. જે જ્ઞાતિના ઉત્થાન અને પ્રગતિ માટે આગામી સમયમાં કાર્યરત રહેશે. 
આ મહોત્સવની વિશેષતા એ છે કે રાજકોટની અંદાજે ૧૪ જેટલી નામી-અનામી સંસ્થાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. જેમાં મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ (મોચી મંદિર), માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના, મોચી જ્ઞાતિ સેવા ટ્રસ્ટ (લાલ ભવન) અને સંત લાલાબાપા યુવક મંડળ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ મોચી જ્ઞાાતિ કર્મચારી પ્રગતિ મંડળ, નામલધામ ગ્રુપ અને મોચી જ્ઞાતિ સ્પોર્ટસ ફેડરેશન, રામદેવપીર મોચી જ્ઞાતિ ટ્રસ્ટ ગાંધીગ્રામ. જેવી સંસ્થાઓ પણ સક્રિયપણે  જોડાઈ છે. 
આ સમગ્ર આયોજનના મુખ્ય નિમંત્રક અને સંયોજક તરીકે ભરતભાઈ પરમાર સેવા આપી રહ્યા છે. જેઓ સમસ્ત મોચી જ્ઞાતિ સમાજવતી આ ‚ડા અવસરનું સંચાલન કરી રહ્યા છે.
વર્તમાન સમયમાં મહોત્સવને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો, કર્મઠ કાર્યકરો અને વડીલો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. વ્યવસ્થાપન, પાર્કિંગ અને પ્રસાદ વિતરણ જેવી બાબતોનું અત્યારથી જ આયોજન કરી લેવામાં આવ્યું છે. વધુ માહિતી માટે આયોજકો દ્વારા સંપર્ક નંબર ૭૩૮૩૬ ૮૦૩૦૩ પણ જાહેર કરવામાં આવ્યો છે.સુરેશભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ ચૌહાણ, ભરતભાઈ બી. પરમાર, કમલેશભાઈ ચાવડા, વિપુલભાઈ વાઢીયા, દિનેશભાઈ ચાવડા, હર્ષદભાઈ મકવાણાએ આજકાલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News