આજે વિશ્વ કપાસ દિવસ; કપાસ વાવેતરમાં ગુજરાત દેશમાં શિરમોર

  • October 07, 2024 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શુભકાર્ય-ધાર્મિક કાર્યની શરૂઆત હંમેશા દીપ પ્રાગટ્યથી કરવામાં આવે છે. દીપ પ્રગટાવવા વાટની જરૂર રહે છે અને વાટનું રૂ એ કપાસમાંથી બને છે. સાત ઓક્ટોબર એટલે વિશ્વ કપાસ દિવસ. જેની વર્ષ 2024ની થીમ છે    અથર્તિ શુભ માટે કપાસ.
કપાસ એ માત્ર ખેતીપાક જ નથી, પણ માનવજીવન, અર્થ વ્યવસ્થા અને પ્રકૃતિ સાથે જોડાયેલું મહત્ત્વનું તત્ત્વ છે. કપાસ એવો રોકડીયો પાક છે જેનો નાળીયેરની જેમ સંપૂર્ણ ઉપયોગ થાય છે. કપાસ તેના ત્રણ એફ માટે જાણીતો છે. એક ફાઈબરરેસા: કપાસના ફૂલમાંથી ફાઈબર રેસા મળે છે, જેમાંથી કાપડ બને છે. બીજું ફુડ અને ફીડ  કપાસીયા બીજમાંથી તેલ નીકળે છે અને પશુઓ માટે ખોળ બને છે. ત્રીજું ફોસીલ - બળતણ: કપાસની ડાળીઓ બળતણ માટે અને ભુસું બાયોકોલ માટે ઉપયોગી છે. આથી જ કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે.
આફ્રિકા ખંડના સહારા રણ વિસ્તારના અવિકસિત ચાર દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને કપાસના ચાર દેશોનું જૂથ તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથે વિશ્વ વ્યાપાર સંગઠન સમક્ષ દર વર્ષની 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે મુજબ, વિશ્વ વ્યાપાર સંગઠને 2019થી સાતમી ઓક્ટોબરે પ્રથમ વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરી હતી. જો કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ કપાસના ચાર દેશોના જૂથના પ્રસ્તાવને 30મી ઓગસ્ટ 2021ના રોજ મંજૂરી આપી હતી. એ પછી 7મી ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકેની યુ.એન.ની માન્યતા મળી હતી.
કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત હજ્જારો વર્ષથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. ઋગ્વેદમાં પણ કપાસનો ઉલ્લેખ છે. મોહે-જો દડોની સંસ્કૃતિના અવશેષોમાં પણ કપાસના અવશેષો જોવા મળ્યા છે. ભારતમાં કપાસના ઉત્પાદન-વ્યાપારને વેગ આપવા કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચની સ્થાપ્ના પણ કરેલી છે.
કપાસ એ ગુજરાત રાજયનો મુખ્ય રોકડિયો પાક છે. સમગ્ર ભારતમાં 2022-23માં કપાસના ઉત્પાદનમાં ગુજરાત 91.83 લાખ ગાંસડીઓ સાથે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
આઝાદી પહેલા કપાસ અને ગૃહઉદ્યોગો એકબીજાના પયર્યિ હતા. ખેડૂતો-વણકરોની જીવાદોરી કપાસ હતો. મહાત્મા ગાંધીજીએ પણ ચરખાની મદદથી લોકો સ્વદેશી કાપડ અપ્નાવે તેવી ઝુંબેશ ચલાવી કપાસના ઉત્પાદન તથા ખપતને વેગ આપ્યો હતો.
બ્રિટીશ શાસન દરમિયાન ભારતમાં અમેરિકન કપાસની જુદી-જુદી જાતોને પ્રચલિત કરવામાં આવી. છતાં મિલોની જરૂરિયાત મુજબના કાપડ માટે ભારતે અન્ય દેશોમાંથી લંબતારી કપાસ આયાત કરવો પડતો હતો. જેથી વિદેશી હુંડિયામણ ખચર્તિું હતું. વર્ષ 1921ના ઈન્ડિયન સેન્ટ્રલ કોટન કમિટીની સ્થાપ્ના થતા તેના સહયોગથી સંશોધન કાર્યને વેગ મળ્યો. દેશમાં અનેક સ્થળોએ કપાસના સંશોધન કેન્દ્રો કાર્યતર થયા.
ગુજરાતમાં સુરત, કાનમ અને વાગડ વિસ્તારમાં સોળમી સદીમાં કપાસના વાવેતરનો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે ભરૂચી-1, સુરતી-1, ઘોઘારી જેવી જાતો પ્રચલીત હતી. એ પણ મહત્ત્વનું છે કે, દેશની પ્રથમ કાપડની મીલ ગુજરાતમાં વર્ષ 1843માં ભરૂચ ખાતે સ્થાપવામાં આવી હતી. એ સાથે કપાસ ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું હતું. ઈ.સ.1886માં બ્રિટીશર્સ દ્વારા સુરત ખાતે કપાસ સંશોધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આઝાદી પછી સન 1951માં સુરત ખાતેથી પ્રથમ અમેરિકન કપાસની જાત દેવીરાજ બહાર પાડવામાં આવી.
સન 1971માં ગુજરાતમાં સુરત કેન્દ્ર ખાતેથી ડો. સી. ટી. પટેલે વિશ્વમાં સૌપ્રથમ વ્યાપારી ધોરણે વપરાતો સંકર કપાસ: સંકર-4 વિકસાવ્યો હતો અને ખેડૂતો માટે માન્ય કર્યો હતો. આ સંકર કપાસ ગુજરાતની દુનિયાને ભેટ છે. એ સાથે દેશમાં અને દુનિયામાં કપાસની દ્રષ્ટિએ સફેદ ક્રાંતી આવી હતી અને લંબતારી કપાસમાં દેશ આત્મનિર્ભર બન્યો. ત્યારબાદ સુરત ખાતેથી ઉત્તરોત્તર ગુજરાત કપાસ સંકર-6, 8, 10, 12 અને 14 જાત ખેડૂતોને આપવામાં આવી હતી.
એક સમયે કપાસમાં જીવાતોના પ્રકોપ્ને કારણે કપાસના ખેડૂતોને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. સુરત ખાતેથી આદિવાસી વિસ્તાર માટે ઈ.સ.1977માં કલમી કપાસ, ગુજરાત કપાસ-101 આપી તે પણ દેશમાં પ્રથમ છે. દેશનો સર્વ પ્રથમ દેશી સંકર કપાસ, દેશી સંકર-7 પણ સુરત ખાતેથી આપવામાં આવ્યો.
વર્ષ 2004માં ભારત સરકાર દ્વારા બી.ટી. કપાસને માન્યતા મળી હતી. વર્ષ 2012માં જાહેર ક્ષેત્રની દેશની પ્રથમ એવી બે બીટી જાતો, ગુજરાત સંકર-6, ગુજરાત કપાસ સંકર-8 બહાર પાડવામાં આવી હતી.
ગુજરાત રાજ્યમાં કુલ પાક વાવેતર પૈકી કપાસનું આશરે 26થી 27 ટકા વિસ્તારમાં વાવેતર થાય છે. સમગ્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં કપાસનું નોંધપાત્ર વાવેતર કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ચાલુ વર્ષે 30મી ઓગસ્ટ સુધીમાં 1 લાખ 83 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયેલું છે. જેમાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં 28,981 હેક્ટર એ પછી રાજકોટ તાલુકામાં 24,251 હેક્ટર, ઉપલેટા તાલુકામાં 21,260 હે., જેતપુર તાલુકામાં 18,521 હે., ધોરાજી તાલુકામાં 16,700 હે. થયેલું છે. એ પછી જામ કંડોરણામાં 15,765 હે., પડધરી તાલુકામાં 14,768 હે., વિંછિયા તાલુકામાં 13,384 હે., જસદણ તાલુકામાં 12,925 હે., કોટડાસાંગાણી તાલુકામાં 9648 હે. તથા સૌથી ઓછું લોધિકા તાલુકામાં 7790 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.
કપાસ એ મહત્ત્વનો રોકડિયો પાક છે અને બહુવિધ ઉપયોગ સાથે અર્થવ્યસ્થા, પયર્વિરણ અને માનવજીવનમાં તેનું મહત્ત્વનું યોગદાન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News