રાજકોટ મહાપાલિકા દ્રારા વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં .૧૯.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અને સુવિધાયુકત હાઈસ્કુલ બિલ્ડીંગનું લોકાર્પણ ગઇકાલે તા.૧૨ને રવિવારના સવારે ૧૧ કલાકે રાજકોટના સાંસદ પરસોતમભાઇ પાલાના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ વેળાએ પ્રાસંગિક ઉદબોધનમાં સાંસદ પાલાએ જણાવ્યું હતું કે મારી કારકિર્દીની શઆત શિક્ષક તરીકે થઇ હતી અને હત્પં શિક્ષક હતો ત્યારે ઉછીની ઇમારતમાં સ્કૂલ ચાલતી, આજે મારા હસ્તે આધુનિક માધ્યમિક શાળા બિલ્ડીંગનું લોકાર્પણ થઇ રહ્યું છે, આ છે પરિવર્તન.
લોકાર્પણ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજકોટના સાંસદ પરસોતમભાઇ પાલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના બાળકોને નવી શાળા મળવા બદલ અભિનંદન પાઠવું છું. હત્પં પણ એક માધ્યમિક શાળાનો શિક્ષક હતો, મારી કારકિર્દીની શઆત એક શિક્ષક તરીકેની છે. મારા સમયમાં એટલે કે ઇ.સ.૧૯૭૭ના સમયમાં માધ્યમિક શાળા એક ઉછીના મકાનમાં શ કરાવેલ અને આજે મારા જ હસ્તે અધતન શાળાનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ છે પરિવર્તન. આ રાજકોટ મહાનગરપાલિકાના વિકાસની ગતિ છે. આ શાળા માત્ર એક વોર્ડની શાળા છે એ પણ અધતન સુવિધાવાળી શાળા છે. આવી શાળા બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવું છું. આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મ દિવસ છે અને આજન દિવસે બાળકો માટેની શાળાનું લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો છે. સ્વામી વિવેકાનંદજીની વાત કરીએ તો તેના મોઢે એટલું તેજ છે કે તેના ફોટોને દસ મિનિટ જોવાથી આપણા શરીરમાં અલગ જ ઉર્જા આવી જાય છે. સ્વામી વિવેકાનદં આપણા દેશના રતન છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે જે શાળા બનાવવામાં આવી છે તેની પાછળ તેની અથાગ મહેનત હોય છે, શાળાના ખાતમુહર્ત્પતથી લઈને શાળાના લોકાર્પણ સુધીની સફર બહત્પ જ કઠિન હોઈ છે. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ છે કે અમે જે કામનું ખાતમુહર્ત્પત કરીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ, આ નેમને રાજકોટ મહાપાલિકાએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. તે બદલ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. અહીની શાળામાં જે પણ આચાર્ય અને શિક્ષકો આવશે તેને એક વાત કહીશ કે આ આવડી મોટી શાળા બની છે તો તેનું જતન કરશો અને પર્યાવરણ જાળવણી કરી વૃક્ષોનું વાવેતર કરજો. આપણા ઘરની જેમ અહી પણ શાળાના પટાંગણમાં બગીચો બનાવી તેમાં વૃક્ષો વાવજો. શાળાના શિક્ષણનો મુખ્ય આશય હોય છે કે બાળકમાં રહેલી કળાને બહાર લાવવી અને તેને એક ઉચ્ચ સ્થાને પહોંચાડવી. શાળાના બાળકને જેટલું પ્રોત્સાહન આપશું એટલો બાળક કોઈ પણ પ્રવૃત્તિમાં માન લગાડીને આગળ વધશે. ફરી એક વાર શાળાના નિર્માણ માટે રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્રારા કરવામાં આવેલ અને મંચસ્થ મહાનુભાવોનું ખાદીના માલ અને પુષ્પ વડે સ્વાગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્રારા કરવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech