બીમારીથી કંટાળી સિહોરની વૃધ્ધાએ ગોતમેશ્વર તળાવમાં ઝંપલાવ્યું

  • October 16, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરમાં રહેતા વૃધ્ધાએ થાઇરોડ અને બીપી સહિતની બીમારીથી કંટાળી જઈ આજે વ્હેલી સવારે ગોતમેશ્વર તળાવમાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો.
ઉપલબ્ધ વિગતો મુજબ સિહોર શહેરના દાદાની વાવ વિસ્તારની નવરંગ સોસાયટીના ઓમ ટેનામેન્ટમાં રહેતા રેખાબેન હસમુખભાઈ રાવલ (ઉ. વ. ૬૫)ને  છેલ્લા ત્રણેક વર્ષથી થાઇરોડ તેમજ બીપી સહિતની બીમારી હોય જેની સારવાર ચાલુ હોવા છતાં કોઈ ફરક નહીં જણાતા બીમારીથી કંટાળેલા રેખાબેન આજે વ્હેલી સવારે પોતાના ઘરેથી નીકળી જઈ ગોતમેશ્વર તળાવમાં ઝંપલાવતા તેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સિહોર પોલીસે દોડી જઈ રેખાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અર્જુનભાઈ હસમુખભાઈ રાવલ (ઉ વ. ૨૮)એ આપેલા નિવેદનના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application