શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજની પ્રેરણાથી તેમજ જી.જી. સરકારી હોસ્પિટલ જામનગરનાં સહયોગથી તાજેતરમાં વરવાળા ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રનિદાન- સારવાર કેમ્પ તથા ચશ્મા વિતરણ કેમ્પનું ઉદઘાટન દ્વારકાનાં શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજે દિપ પ્રગટાવીને કરેલ હતું.
ઓખામંડળ તાલુકાનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોનાં જરૂરતમંદ કુલ ૧૯૧ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગરનાં આંખનાં વિભાગનાં ડોકટરોએ માનદસેવા આપી હતી. જુદા જુદા આંખનાં રોગોનું નિદાન કરીને જી. જી. હોસ્પિટલ જામનગર તરફથી ફ્રી દવાનું વિતરણ થયેલ હતું. આ કેમ્પમાં બે તાલા (નજીકનાં વાંચવા માટે) નાં નંબરની તપાસ કરીને ફ્રી ચશ્મા જરૂરતમંદોને આપવામાં આવેલ.
વરવાળા ટી.બી. સેનેટોરીયમ બિલ્ડિંગમાં કાર્યરત આયુર્વેદ સારવાર વિભાગ- હોસ્પિટલમાં આ કેમ્પ માટે શારદાપીઠનાં મંત્રી નારાયણાનંદજીનાં માર્ગદર્શન હેઠળ વૈદ્ય ડી.પી. મહેતા, વિજયભાઈ ભાયાણી, અશ્વિનભાઈ મનાણી, મોહનભાઈ નકુમ વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech